શેક્સપિયર ને કહા થા !

જગવિખ્યાત નાટ્યકાર વિલિયમ શેક્સપિયરનાં નાટકોમાં કહેવાયેલા અમુક સંવાદો, નવાઈ લાગે એ રીતે, આજે પણ ફીટ બેસે છે ! જુઓ…

*** 

વોટ ઇઝ ધેર ઇન અ નેમ ?’

નામમાં શું દાટ્યું છે, એવું તો પૂછતા જ નહીં ! દેશમાં ૭૦ વરસથી રાજ કરી રહેલા એક પરિવારની ‘સરનેમ’ જ એની જીવતી જાગતી સાબિતી છે !

*** 

આખી દુનિયા એક રંગમંચ છે અને તમામ સ્ત્રી-પુરુષો માત્ર પોતાનું પાત્ર ભજવનારા છે.’

ફરક એટલો જ છે કે અમુક ‘અભિનેતા’ એટલા સફાઈદાર હોય છે કે એમના અસલી ચહેરા કદી બહાર જ નથી આવતા ! રાજકારણમાં તો ખાસ.

*** 

ક્રાઉડ્ઝ ડાઈ મેની ટાઇમ્સ બિફોર ધેર ડેથ. વિલન નેવર ટેસ્ટ ઓફ ડેથ, બટ વન્સ.’

લોકશાહી, જેનું અસલી મૂળ તો ‘ટોળાંશાહી’ છે, ત્યાં ટોળાંઓને પોતાના મોત પહેલાં અનેકવાર મરવું પડે છે ! એનાથી પણ કડવી વાસ્તવિક્તા એ છે કે ખલનાયકને તો મોતનો સ્વાદ માત્ર એક જ વાર ચાખવો પડે છે.

(કારણ શું ? સફાઈદાર અભિનય !)

*** 

‘ટુ બિ ઓર નોટ ટુ બિ, ઇઝ ધ ક્વેશ્ચન.’

આ સવાલ આજના સગવડીયા સેક્યુલરોને અંદરખાનેથી ખુબ જ સતાવે છે ! નારી સ્વાતંત્ર્યને ટેકો પણ કરવો અને હિઝાબ બુરખાનું સમર્થન પણ કરવું ? મોદીને સરમુખત્યાર પણ કહેવું અને રાહુલને ‘મેચ્યોર’ પણ કહેવું ? 

ટુ બિ ઇન્ટેલેકચ્યુઅલ.. ઔર ટુ બિ હિપોક્રેટ ? ઇઝ ધ ક્વેશ્ચન !

*** 

હાઉ શાર્પર ધેન અ સર્પન્ટ્સ ટૂથ, ઈઝ ટુ હેવ અ થેન્કલેસ ચાઈલ્ડ !’

સાપના ઝેરીલા દાંત કરતાં પણ દુઃખદાયક છે મા-બાપનું અપમાન કરતાં સંતાનો ! આજની આ સચ્ચાઈ વિશે શેક્સપિયર ૫૦૦ વરસ પહેલાં લખી ગયો હતો !

*** 

લવ ઓલ, ટ્રસ્ટ અ ફ્યુ, ડુ રોંગ ટુ નન.’

સૌને પ્રેમ કરો, ભરોસો બહુ ઓછા ઉપર કરો અને ખોટું કોઈ સાથે ના કરો… આવું એક આદર્શવાદી જ્ઞાન પણ વિલિયમભાઈ આપતા ગયા છે ! બોલો.

***

- મન્નુ શેખચલ્લી

Comments