લો, નવો એપલ ‘આઇ-ફોન-૧૬’ લોન્ચ થઇ ગયો ! કહે છે કે એમાં ‘આઇ-ફોન-૧૫’ જેવું જ બધું છે ! માત્ર કિંમત જ ‘અપ-ગ્રેડ’ કરી છે !
આ સિવાય પણ બીજી જોક્સ ચાલી છે…
***
જેટલી વાર આઇ-ફોનનું નવું મોડલ લોન્ચ થાય છે એટલી વાર બજારમાં કીડનીની કિંમત પણ વધી જાય છે !
***
જો આઇ-ફોન-૧૬માં કશું નવું ના હોય તો એને લોન્ચ શા માટે કર્યો ?
સિમ્પલ છે, આઇ-ફોન-૧૫ જેની પાસે હોય એને ‘ગરીબ’ દેખાડવા માટે !
***
આઇ-ફોન-૧૫ અને આઇ-ફોન-૧૬ દુનિયાનાં પહેલાં એવા ‘ટ્વિન્સ’ છે, જેમના જન્મ વચ્ચે એક વરસનું અંતર હોય !
***
આઇ-ફોન-૧૬ લોન્ચ કરતી વખતે એપલ કંપનીનો ઉત્સાહ કેવો હતો ?
બિલકુલ એવો, જેમ કોઈ ટીન-એજર છોકરી ફેસબુક ઉપર સેલ્ફી મોડમાં કહેતી હોય ‘જુઓ ! મેં મારા વાળ ડાઈ કરાવ્યા !’
***
ઇન્ટરનેટ ઉપર ફની મિમ્સ બનાવનારા પણ હવે તો કહે છે : ‘આમાં નવું શું છે ? આઇઃફોન-૧૩-૧૪-૧૫ની જુની જોક્સ પણ આમાં ચાલે તેવી છે !’
***
ઓટોમેટિક ‘ટેસ્લા’ કાર બનાવનાર એલન મસ્ક કહે છે : ’૫૦ બિલિયન ડોલરની રિસર્ચ પછી બહુ મોટો ફરક પડ્યો છે !’
***
રાહુલ ગાંધી અને આઇ-ફોનમાં શું ફેર છે ?
ખાસ કંઈ નહીં ! બન્ને ૧૫-૧૬ વાર રિ-લોન્ચ થઈ ચૂક્યા છે ! બન્ને દર વખતે વધુ ‘ઇમ્પ્રુવ’ અથવા વધુ ‘મેચ્યોર’ હોવાનો દાવો કરે છે ! બન્નેની ‘હાઇપ’ મિડીયા વડે બનાવાય છે… અને બન્નેના પરમેનેન્ટ ‘વફાદારો’ સમાજના ઉચ્ચ વર્ગમાંથી આવે છે.
***
અને કંગના રાણાવત અને આઇ-ફોનમાં શું ફેર છે ?
જરાય નહીં ! બંનેની ‘લેન્ગવેજ’ બીજાઓની સિસ્ટમને સમજતી જ નથી !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment