આપણા દેશમાં અમુક સિસ્ટમો એવી છે જે આપણને કદી સમજાઈ નથી ! એમાં નવા ઉમેરા પણ થતા રહે છે ! તો જુની અને નવી, બન્ને સિસ્ટમો સમજો, યાર !
***
પશ્ચિમ બંગાળમાં કોલકતા રેપ-મર્ડર કેસમાં પોલીસે જ આખી તપાસમાં અસંખ્ય ગડબડ ગોટાળા કર્યા…
અને પછી પશ્ચિમ બંગાળની સરકાર જ નવો કાયદો લાવે છે કે બળાત્કારીને ફાંસી થશે !
… તમે સિસ્ટમ સમજો યાર !
***
જો ગરીબો ગુનામાં ફસાય તો એને કાચી જેલ પડે છે. પણ હા, એને બચાવ માટે સરકારી વકીલ પણ મળે છે…
અને પછી એ વકીલ કાં તો ફૂટી જાય છે કાં તો તારીખ પર તારીખ લઈ લઈને પોતાની ફી ખાતો રહે છે !
… તમે સિસ્ટમ સમજો યાર !
***
આ દેશના મામૂલી ચોરી, લૂંટ, હત્યા કે કીડનેપિંગના આરોપીઓ માટે ફાલતુ સરકારી વકીલો જ મળશે…
પણ મુંબઈના આતંકવાદી કે દિલ્હી-કોલકતાના બળાત્કારીને બચાવવા માટે દેશના સૌથી મોંઘા વકીલોની ફોજ આવી ચડશે ! કેમ ?
… કેમ કે આ ‘સિસ્ટમ’ છે ! … તમે સિસ્ટમ સમજો યાર !
***
ગુજરાતમાં દારૂબંધી છે જ ને ? ઘરમાં કે જાહેરમાં દારૂ પીવો એ ગુનો જ છે ને ?
… છતાં આખા ગુજરાતમાં જ્યારે અને જ્યાં, જેટલો જોઈએ એટલો દારૂ મળે જ છે ને !
… તમે સિસ્ટમ સમજો યાર !
***
ક્રિકેટ ઉપર સટ્ટો રમાડનારાઓને પોલીસ વિદેશમાં જઈને ક્યાં ક્યાંથી પકડી લાવે છે !
… પણ દેશમાં જુદી જુદી એપ્સ ઉપર ક્રિકેટનો સટ્ટો રમો તો સરકાર એને ‘લિગલ’ કરીને ઉપરથી ૨૮ ટકા જીએસટી લે છે !
… તમે સિસ્ટમ સમજો યાર !
***
સરકારી બેન્કોના હજારો કરોડો રૂપિયાની લોનોની માંડવાળી થઈ ગઈ એની સામે બેન્ક કર્મચારીઓએ ભારે વિરોધ નોંધાવ્યો.
અને એ જ બેન્કમાં તમે જાવ તો એમની પેન ચોરાઈ ના જાય એટલે દોરી વડે બાંધીને રાખે છે !
… તમે સિસ્ટમ સમજો યાર !
***
- મન્નુ શેખચલ્લી

Comments
Post a Comment