ક્યાંક પુલ તૂટી રહ્યા છે, ક્યાંક તણાઈ રહ્યા છે, ક્યાંક તિરાડો પડી છે, તો ક્યાંક ખખડી ગયેલો નવો નક્કોર પુલ તોડવા માટે કોઈ કોન્ટ્રાક્ટર મળતા નથી !
દશા એવી છે કે ‘પુલ હૈ કિ માનતા નહીં !’ આ સિવાય પણ ગીતમાલામાં બીજાં ગાયનો છે, સાંભળો…
***
સરકારની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી છે. પુલમાં ભ્રષ્ટાચાર થઈ ગયો છે, પૈસા ખવાઈ ગયા છે, હવે ખુલાસો શી રીતે કરી શકાય કે...
પુલ તો હૈ પુલ
પુલ કા એતબાર ક્યા કીજે ?
ગિર ગયા જો કિસી કે
સર પે, તો ક્યા કીજે ?
***
મિડીયાવાળાને મજા પડી ગઈ છે ! એ લોકો હવે તૂટેલા અને તૂટનારા પુલો બતાડીને ચુટકી લઈ રહ્યા છે ! સાથે સાથે ગાઈ રહ્યા છે...
એક પુલ કા જીના
એક પુલ કા મરના
વિકાસ કહાં લે કે જાઈયો
નેતાજી બતાના !
એ મેરે પુલ તૂ ખાયે જા...
એ મેરે પુલ તૂ ખિલાયે જા...
***
પેલી બાજુ બિચારો કોમનમેન ચારે બાજુથી ફસાયો છે ! ડગલે ને પગલે ટેક્સ તો આપવો જ પડે છે પણ બદલામાં ભ્રષ્ટાચાર અને ખાયકી જ મળે છે ! સાંભળો બિચારા કોમનમેનનું ગીત...
પુલ તોડનેવાલોં કી
મહેફિલ મેં આ ગયા હું
કિસે વોટ દે કે...
મુશ્કિલ મેં આ ગયા હું !
અગર પુલ હમારા
સિમેન્ટ કે બદલે
‘પેપર’ કા હોતા...
ના તૂટતા, ના ફૂટતા
ના માનતા, ના રૂઠતા
ના બાર બાર ગિરતા
ના બાર બાર બહેતા !
***
એમાંય અમદાવાદના હાટકેશ્વર પુલની તો આખી દાસ્તાન જ અજબ છે ! ઉદ્ઘાટન પહેલાં જ ખખડી ગયો ! હવે તોડવા માટે પબ્લિકના બીજા પચાસ કરોડ માગે છે ! એ પુલને સમર્પિત છે આ ગાયન...
યે પુલ હૈ મુસીબત કા મારા
ઇસ પુલ કા તડપના...
ક્યા કહીએ ?
મજબૂર હૈં હમ,
મનહૂસ હૈ પુલ...
ઔર ઉસ પે યે ‘કમલમ’
ક્યા કહિયે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment