સિઝનની ફ્રેન્ચાઈઝી ફિલ્મો !

આ ચૂંટણીની સિઝનમાં બોલીવૂડની ફિલ્મો તો સાવ બેસી ગઈ છે પણ અમુક ફિલ્મોની ‘ફ્રેન્ચાઇઝી’ બરોબર ચાલી રહી હોય એવું લાગે છે ! જુઓ…

*** 

શેહઝાદા - ટુ
કલાકારો : માત્ર રાહુલ ગાંધી નહીં પણ જ્યોતિરાદિત્ય સિંધિયા, તેજસ્વી યાદવ, જયંત ચૌધરી, કાર્તિ ચિદમ્બરમ અને કલાનિધિ મારન જેવા બે ડઝન સુપરસ્ટારો જેમને વારસામાં સત્તા મળી છે.

*** 

શાબાશ મિઠ્ઠુ - ટુ
કલાકારો : પ્રિયંકા ગાંધી, મિસા યાદવ અને હજારો ચમચા સપોર્ટરો.

*** 

ચોર નિકલ કે ભાગા (પ્રિક્વલ)
કલાકારો : નીરવ મોદી, વિજય માલ્યા અને મેહૂલ ચોકસી

*** 
જેલર : ટુ પોઇન્ટ ઝિરો
કલાકાર : સુપર સ્ટાર કેજરીવાલ ! જેમાં આ કલાકાર આવનારી ફિલ્મમાં જેલમાં કેદી તરીકે રહેવાને બદલે આખી જેલ ઉપર ધાક જમાવતા જેલર તરીકે જોવા મળશે.

*** 

લાપતા લેડિઝ – ટુ
કલાકારો : રાબડી દેવી, મેનકા ગાંધી, મહેબૂબા મુફ્તી, વસુંધરા રાજે, ઉમા ભારતી વગેરે…

*** 

મૈદાન’ ઔર ‘ભીડ’
આ ટુ-ઈન-વન જેવી એક શોમાં બે ફિલ્મની ઓફર છે ! જેનું બુકિંગ ૪ જુને પતી જશે ! એ પછી કોઈ શો થશે નહીં !

*** 

તેરી બાતોં મેં ઐસા ઉલઝા જીયા
આ ડોક્યુમેન્ટ્રી છે જેમાં દરેક પાર્ટીના માત્ર ઢંઢેરા વાંચી સંભળાવવામાં આવે છે !

*** 

ખિચડી-થ્રી
હકીકતમાં આ જુની ફિલ્મોનું નવું નામ છે. જુનાં નામો ‘મહાગઠબંધન’ ‘યુપીએ’ વગેરે હતાં.

*** 

ગુમરાહ – ૧૪૧
કલાકારો : કોંગ્રેસ છોડીને ભાજપમાં જઈ પહોંચેલા દેશભરના માર્ગ ભૂલેલા નેતાઓ !

*** 

સિર્ફ એક બંદા કાફી હૈ
લેખક, દિગ્દર્શક, ફોટોગ્રાફર, ગીતકાર, સંગીતકાર, પ્રોડ્યુસર, ડિસ્ટ્રીબ્યુટર, અને એક્ઝિબિટર… આ તમામ રોલ એક જ કલાકાર નિભાવે છે. ઉપરથી ફિલ્મ હિટ થવાની ગેરંટી પણ આપે છે ! તમે જાણો છો, એ કોણ છે !

***

- મન્નુ શેખચલ્લી

Comments