નવી જનરેશનની વ્યાખ્યાઓ !


નવી જનરેશનને ‘વ્યાખ્યા’ શબ્દ તો હાઈલી સાંસ્ક્રીટાઈઝ્ડ (સંસ્કૃતનું અંગ્રેજી સ્વરૂપ) લાગે છે  એટલે ‘ડેફિનેશન’માં જ સમજાવવું પડે !

તો વડીલો, તમે પણ સમજી લો નવી પેઢીની વ્યાખ્યાઓ…

*** 

પપ્પા : રૂપિયાનું ATM
મમ્મી : પોકેટમનીનો શોર્ટકટ
કોલેજ : 50 હજારથી દોઢ લાખમાં મળતું પિકનિકનું વાર્ષિક પેકેજ
એક્ઝામ : પિકનિક પેકેજ મેળવવા માટેનો એલિજીબિલીટી ટેસ્ટ

*** 

ગુગલ : કોલેજનું સબમિશન કોપી-પેસ્ટ કરવા માટેની ગ્લોબલ ગાઈડ
AI : આખેઆખી એક્ઝામ પાસ કરવાની ગ્લોબલ ગાઈડ

*** 

કોલેજ ફ્રેન્ડઝ : પિકનિક પેકેજના ગ્રુપ પાર્ટનર્સ
ગર્લફ્રેન્ડ : ખર્ચાળ સ્ટેટસ સિમ્બોલ
બોયફ્રેન્ડ : એકસ્ટ્રા લકઝરીનું ATM

*** 

સિનિયર પ્રોફેસર : કાર્ટુન નેટવર્કનું કેરેક્ટર
જુનિયર લેડી લેકચરર : ક્લાસ એટેન્ડ કરવાનું મસ્ત બહાનું
કેન્ટિન : સ્ટુડન્ટ્સનો સેમિનાર રૂમ
લાયબ્રેરી : પ્રતિબંધિત વિસ્તાર

*** 

લવ : પ્લસ પોઇન્ટ = સેક્સ, માઇનસ પોઇન્ટ = ધોકા, એડવાન્ટેજ = ટાઇમપાસ.
બ્રેક-અપ : નવા ચોઇસ માટેનો ઓપ્શન
પેચ-અપ : જુના ચોઇસ વિના છૂટકો નથી.
X ગર્લફ્રેન્ડ : ડિલીટ કરવા છતાં રહી જતો વાયરસ
X બોયફ્રેન્ડ : બ્લોક કરવા છતાં ક્યાંક સેવ કરીને રાખેલું ફોલ્ડર

*** 

કેમ્પસ ઇન્ટરવ્યુ :  કોણીએ ગોળ
પહેલી જોબ : હોરર મુવી જેવો રિયાલીટી શો
બીજી જોબ : અસલી ઔકાત
સેલરી અપ્રેઇઝલ : ગધેડા સામે લટકતું ગાજર
પ્રમોશન : બીજાને મળે તો મસ્કાબાજી અને પોતાને મળે તો ગધેડાને મળી ગયેલું ગાજર

*** 

મેરેજ : 25 લાખનું વિડીયો સેરેમની ફંકશન… પછી 25 લાખનું ફાઇનાન્સિયલ એડજસ્ટમેન્ટ

છેવટે…

પોતાની બાઈક, પોતાની કાર, પોતાનો એપાર્ટમેન્ટ : બાકી રહેલી જિંદગીના EMI….
(યહી હૈ લાઈફ !)

***

- મન્નુ શેખચલ્લી

Comments