અમુક ફિલ્મી ગાયનોમાં શાયરોએ બહુ અઘરા અઘરા સવાલો ઊભા કર્યા છે ! જેમકે ‘દુનિયા બનાનેવાલે ક્યા તેરે મનમાં સમાઈ ? કાહે કો દુનિયા બનાઈ ?’
હવે દુનિયાનો બનાવનારો કંઈ ઉપરથી જવાબ આપવા માટે નીચે થોડો આવવાનો છે ? છતાં અમુક ગાયનોના જવાબ બીજા ગાયનમાં હોય જ છે ! જુઓ નમૂના…
***
સવાલ : ‘યે તો કહો, કૌન હો તુમ ? કૌન હો તુમ ?’
જવાબ બહુ એબ્સર્ડ છે…
‘યહાં મૈં અજનબી હું ! મૈં જો હું, બસ, વહી હું !’
(આમાં શું સમજવું ?)
***
સવાલ : ‘ક્યું ચલતી હૈ પવન ? ક્યું ઝૂમે હૈ ગગન ? ક્યું મચલતા હૈ મન ?’
અહીં જવાબ ફિલોસોફીકલ છે…
‘યે જીવન હૈ… ઇસ જીવન કા, યહી હૈ… યહી હૈ… યહી હૈ… (ત્રણ વાર કીધું) રંગરૂપ !’
***
સવાલ : ‘સીએટી કેટ, કેટ માને બિલ્લી, આરએટી રેટ, રેટ માને ચૂહા, મતલબ ઇસ કા તુમ કહો તો ક્યા હુઆ ?’
આ એકેડેમીક સવાલનો જવાબ એકદમ રોમેન્ટિક છે…
‘એ બી સી ડી છોડો… ! નૈનોં સે નૈના જોડો !’
***
સવાલ : ‘યું હી તુમ મુજ સે બાત કરતી હો ? યા કોઈ પ્યાર કા ઇરાદા હૈ ?’
જવાબ ‘મુંહ તોડ’ છે ભૈશાબ…
‘તુમ્હેં હો ના હો, મુજ કો તો ઇતના યકીં હૈ, મુઝે પ્યાર… તુમ સે નહીં હૈ, નહીં હૈ !’
***
સવાલ : ‘યે વાદા કરો ચાંદ કે સામને, ભૂલા તો ના દોગે મેરે પ્યાર કો ?’
જવાબમાં પ્રેમી બગડ્યો છે…
‘વાદા તેરા વાદા… વાદે પે તેરે મારા ગયા, બંદા મૈં સીધા સાદા !’
***
સવાલ : ‘કોઈ બતા દે દિલ હૈ કહાં ? કયું હોતા હૈ દર્દ વહાં ?’
આનું સોલ્યુશન ફિઝિક્સની બુકમાંથી શોધીને આપ્યો છે…
‘અગર દિલ હમારા શીશે કે બદલે પથ્થર કા હોતા, ના તૂટતા ના ફૂટતા, ના માનતા ના રૂઢતા, ના બાર બાર હંસતા, ના જાર જાર રોતા..’
***
સવાલ : ‘દુનિયા કરે સવાલ તો હમ ક્યા જવાબ દે ?’
જવાબ : ‘કહ દો કોઈ ના કરે યહાં પ્યાર !’ ઓકે ?
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment