દિલ ને કહા જેબ સે !

એક બાજુ જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટી ગયું. બીજી બાજુ સામે વેલેન્ટાઈન-ડે આવી રહ્યો છે. અને ત્રીજી બાજુ શેરબજારમાં પણ કડાકો બોલી ગયો…

આવી હાલતમાં દિલ અને ખિસ્સાં વચ્ચે ભયાનક સંઘર્ષ ચાલી રહ્યો છે ! સાંભળો, કવિના શબ્દોમાં…

*** 

દિલ કહે છે
એક પિત્ઝા થઈ જાય
ખિસ્સું કહે છે
દાબેલી લઈ લે ને !

*** 

દિલ કહે છે
એક કાર લઈ લઈએ
ખિસ્સું કહે છે
બકા, છકડો કરી લે !

*** 

દિલ કહે છે
યાર, પાર્ટી થઈ જાય…
ખિસ્સું કહે છે
બોસ, પાર્ટી ઊઠી ગઈ છે !

*** 

દિલ કહે છે
લાવો ‘જ્હોની વોકર’
ખિસ્સું કહે છે,
ભઈ, લઈ લે ને દેશી લિકર ?

*** 

દિલ તો કહે છે
વર્લ્ડ ટુર પર જઈએ
ખિસ્સું કહે છે
પહેલાં દીવનું કર ને !

*** 

દિલ કહે છે
નવી બાઈક લઈ લઈએ
ખિસ્સું કહે છે, ટોપા,
 સ્કુટરનું પંચર ઠીક કર !

*** 

દિલ કહે છે
આઈ-ફોન લઈ લે
ખિસ્સું કહે છે
પહેલાં રિ-ચાર્જ તો કરી લે ?

*** 

દિલ કહે છે
લાઈફ હો તો હાઈ-ફાઈ
ખિસ્સું કહે છે
જોઈએ છે ફ્રી વાઈ-ફાઈ !

*** 

દિલ કહે છે, બસ
જિંદગી રંગીન કર…
ખિસ્સું કહે છે, બેટા
કેમેરાનું ફિલ્ટર યુઝ કર !

(સસ્તું પડશે.)

***

- મન્નુ શેખચલ્લી

Comments