એક સેમિનારમાં પરણેલી સ્ત્રીઓને પૂછવામાં આવ્યું કે તમે તમારા પતિને ‘આઈ લવ યુ’ છેલ્લે ક્યારે કહ્યું હતું ?
જવાબમાં કોઈએ કહ્યું ‘પંદર દિવસ પહેલાં કીધું હતું’ ‘મહિના પહેલાં કીધું હતું’ ‘છ મહિના પહેલાં કીધું હતું…’ વગેરે.
સંચાલકે કીધું ‘અત્યારે ને અત્યારે તમારા પતિઓને ‘આઈ લવ યુ’નો મેસેજ કરો ! જુઓ, પ્રેમની કેવી અસર થાય છે !’
બધી પત્નીઓએ ફટાફટ મેસેજો મોકલ્યા. પછી જવાબો શું આવ્યા ? એ જોવા જેવા છે…
***
‘ઘરમાં પૈસા પતી ગયા કે શું ?’
***
‘શોપિંગમાં કોઈ જ્વેલરી ગમી ગઈ કે શું ? પ્લીઝ, કંટ્રોલ કર…’
***
‘લે ! આજે ફરીથી કાર અથડાવી દીધી ?’
***
‘ઓફિસમાં આટલું ટેન્શન છે, અને તને રોમાન્સ સુઝે છે ?’
***
‘કેટલી વાર કીધું, કે બહુ સિરિયલો ના જોયા કર…’
***
‘લાગે છે કે આજે રસોઈ કરવાનો વિચાર નથી !’
***
‘ઠીક છે, ઠીક છે, ઘરે વહેલો આવીશ. બસ?’
***
‘ઓહો ? તારી બહેનપણીઓ આગળ શો-ઓફ કરવા બેઠી છે ?’
***
જોકે સૌથી બેસ્ટ આ મેસેજ હતો :
‘તમે કોણ છો બહેન ?’
***
એ જ રીતે બીજા એક સેમિનારમાં પતિઓને કહેવામાં આવ્યું કે તમે તમારી પત્નીને ‘આઈ લવ યુ’નો મેસેજ કરો ! જવાબમાં બે જ વરાઈટી હતી…
(1) કેટલા પેગ પીને બેઠા છો ?
(2) બહુ મસકા મારવાનું રહેવા દો. આજે મારું માથું દુઃખી રહ્યું છે.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment