એક તો ઓલરેડી પાકિસ્તાનની હાલત ઇન્ટરનેશનલ ભિખારી જેવી થઈ ગઈ છે. ઉપરથી પેશાવર કોલોનીની અંદર આવેલી મસ્જિદમાં જ બોમ્બ-બ્લાસ્ટ થઈ ગયો !
આવી સ્થિતિમાં કેવી કેવી જોક્સ બની રહી છે ! સાંભળો…
***
ભારતમાં છૂપાઈને બેઠેલા એક સ્લીપર સેલના આતંકવાદી ઉપર પાકિસ્તાનથી ફોન આવ્યો. સામે છેડે આતંકવાદી ગ્રુપનો કમાન્ડર બોલી રહ્યો હતો.
‘હલો, એજન્ટ સિફર સિફર સિફર?’
(સિફર એટલે શૂન્ય)
‘હાં જી, જનાબ, બોલિયે !’
‘યહાં પાકિસ્તાન મેં હાલાત બહોત ખરાબ હો ચૂકે હૈં… અફઘાની તાલિબાન વાલે હમારે શહરો મેં બમ ધમાકે કર રહે હૈ…’
‘તો મૈં ક્યા કરું ?’
‘અબે, તુમ્હારી યહાં પાકિસ્તાન મેં જ્યાદા જરૂરત હૈ ! ઇન્ડિયા સે વાપસ આ જાઓ.’
‘જનાબ, મૈં નહીં આ સકતા.’
‘ક્યું ?’
‘વજહ આપ સુન નહીં પાઓગે…’
‘અરે બતાઓ તો સહી ?’
‘જનાબ, બાત યે હૈ કિ યહાં ઇન્ડિયા મેં બિજલી મિલ રહી હૈ, પાની ભી મિલ રહા હૈ… આટે કે દામ બડે સસ્તે હૈ ઔર પેટ્રોલ તો સિર્ફ 100 રૂપિયે લિટર મિલ રહા હૈ…!’
***
પેશાવરની પોલીસ કોલોનીની મસ્જિદમાં થયેલા બોમ્બ-બ્લાસ્ટ પછી ત્યાંના સિનિયર પોલીસ અફસરો ધૂંવાંપૂવાં થઈ ગયા છે… એક અફસરે ટેબલ ઉપર મુઠ્ઠી પછાડતાં પૂછ્યું :
‘ઇતના સખ્ત બંદોબસ્ત હોતે હુએ ભી કોઈ બાહર કા આદમી અંદર કૈસે ઘૂસ આયા ?’
‘જનાબ, બાહર સે સબ્જી વગૈરા બેચનેવાલે તો આતે હી રહતે હૈ ના ?’
‘તો તુમ્હેં ક્યા લગતા હૈ, કોઈ સબજી કી ટોકરી મેં ઇતના સારા બારૂદ લેકર આ ગયા ?’
‘નહીં જનાબ ! મગર ચેકિંગ કરનેવાલે ભી તો આખિર પુલિસવાલે હી હૈં ના…’
‘તુમ કહના ક્યા ચાહતે હો ?’
‘જનાબ, કોઈ રીશ્વત દે કે ભી તો અંદર આ સકતા હૈ ના ?’
‘લા હૌલ વિલા કુવ્વત ! હમારે પુલિસવાલે સિર્ફ પૈસે કિ લિયે ઇતના ગિર સકતે હૈં ?’
‘નહીં જનાબ, પૈસે કે લિયે નહીં ! સુના હૈ કિ કોઈ આદમી પુરા ટેમ્પો ભર કે આટે કી બોરીયાં લેકર અંદર આયા થા !’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment