જો રાજકીય ઘટનાઓને ફિલ્મી એવોર્ડ્ઝ આપી શકાય (કાલે આપ્યા હતા એમ) તો ભઈ, ફિલ્મોની ઘટનાઓને રાજકીય એવોર્ડ્ઝ કેમ ના આપી શકાય ? લો, પ્રસ્તુત છે…
***
શ્રેષ્ઠ કલ્યાણકારી યોજના ’22
‘બ્રહ્માસ્ત્ર’ ફિલ્મની ટિકીટો એક દિવસ માટે માત્ર 85 રૂપિયામાં !
***
શ્રેષ્ઠ વચન ’22
‘બ્રહ્માસ્ત્ર’ના ડિરેકટરે વચન આપ્યું કે ‘નેકસ્ટ પાર્ટમાં અમે સારા ડાયલોગ લખાવડાવીશું !’ (ફિલ્મી વચનો આવાં જ હોય.)
***
શ્રેષ્ઠ અપીલ ’22
કરીના કપૂરે જનતાને અપીલ કરી કે ‘અમે ‘લાલ સિંહ ચડઢ્ઢા’ બનાવવામાં બહુ મહેનત કરી છે. તમે એકવાર જોવા તો આવો ?’
***
શ્રેષ્ઠ ફેક ન્યુઝ ’22
(1) ‘બ્રહ્માસ્ત્ર’ જોવા માટે દિલ્હીનાં થિયેટરોમાં સવારે 6 વાગ્યાનો શો ચાલુ કરાયો.
(2) ‘બ્રહ્માસ્ત્ર’ના સાંજના 6 વાગ્યાના શોમાં કાગડા ઉડતા હતા.
***
શ્રેષ્ઠ અપ-સેટ વિજય
‘ભૂલભૂલૈયા-ટુ’ બોક્સ ઓફિસ પર હિટ નીકળી.
શ્રેષ્ઠ અપ-સેટ પરાજય
‘સમ્રાટ પૃથ્વીરાજ’ સાવ બેસી ગઈ.
શ્રેષ્ઠ અણધાર્યું પરિણામ
‘શમશેરા’નો વિરોધ નહોતો થયો છતાં બેસી ગઈ.
શ્રેષ્ઠ ડિપોઝીટ જપ્ત
‘દો-બારા’ના સેંકડો શો કેન્સલ થઈ ગયા.
***
સૌથી મોટા લીડ સાથે વિજય
‘કાશ્મીર ફાઈલ્સ’ જે માત્ર 55 કરોડમાં બની હતી અને 350 કરોડ કમાઈ ગઈ.
***
શ્રેષ્ઠ વિવેચન એવોર્ડ ’22
ઇઝરાયેલના ફિલ્મકારનું નિવેદન કે ‘કાશ્મીર ફાઈલ્સ’ બોગસ અને પ્રોપોગેન્ડા ફિલ્મ છે…’ કેમકે એના પડઘા છેક ઈઝરાઈલી દૂતાવાસ સુધી પડ્યા !
***
સૌથી સફળ વિરોધ-ઝુંબેશ
‘લાલ સિંહ ચઢ્ઢા’નો બહિષ્કાર
સૌથી નિષ્ફળ વિરોધ-ઝુંબેશ
‘બ્રહ્માસ્ત્ર’નો બહિષ્કાર
***
સૌથી ચતુર ફિલ્મી રાજનિતિકાર
અનુપમ ખેર
***
અને સૌથી ભેદી નાણાં કૌભાંડ
પ્રખ્યાત કૌભાંડી સુકેશ પાસેથી જેક્વેલિન ફર્નાન્ડીસે પડાવેલી કરોડો રૂપિયાની ગિફ્ટો !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment