કોરોનાની યાદમાં ગાયનો !

ચીનમાં કોરોનાના કેસોમાં અચાનક ભડકો થયો છે એવા સમાચારો સાંભળીને અહીં ઇન્ડિયામાં અમુક લોકો ડરી ગયા છે… તો અમુક લોકો હરખાઈને ગેલમાં આવી ગયા છે ! એ બધા શું ગાઈ રહ્યાં છે ?

*** 

જેને માવા-ગુટકાનું બંધાણ છે એવા લોકોને પુરાણી યાદો આવતાંની સાથે ધ્રુજારીઓ છૂટી રહી છે…

આયા હૈ મુઝે ફિર
યાદ વો જાલિમ
ગુજરા જમાના કોવિડ કા…
હાયે રે પુલીસ કે વો
ડંડે ખાના… ઔર ના
મિલના ગુટકે કા !

*** 

ઘરની મમ્મીઓ આપણને એ દિવસોના ‘અતિ ઉત્સાહી’ એકશન મોડની યાદ કરાવી રહી છે…

વો દિન યાદ કરો…
વો કાઢા પિલાના
વો થાલી બજાના
વો તાજી સબ્જી કો
સાબુન સે નહલાના…
વો દિન યાદ કરો. !

*** 

ભારતની ભોળી ગભરુ પ્રજા તો ફરીથી ‘ગભરાટ મોડ’માં આવી ગઈ છે ! એ ચીનને ફરિયાદ કરી રહી છે…

યાદેં ન જાયે બીતે દિનોં કી
જા કે ન આયે
ઉન્હેં ‘ચીન’ ક્યું બુલાયે ?

*** 

હોસ્પિટલોને એમની ‘રોકડી’ના દિવસો ફરી યાદ આવી ગયા છે ! સાંભળો એમનાં ગીતો…

બેદરદી કોરોના તુજ કો
હોસ્પિટલ યાદ કરતા હૈ
તરસતા હૈ વો મૌકે કો
જહાં લાખોં કા ધંધા હૈ !

*** 

એમની સાથે સાથે ઇંજેક્શનો તથા દવાઓનાં કાળાબજાર કરનારાઓ પણ ફરી ગેલમાં આવી ગયા છે…

દિલ ને ફિર યાદ કિયા
કોવિડ કી લહર આઈ હૈ
ફિર બડી નોટોં કી ગડ્ડીયાં
હમ કો નઝર આઈ હૈ…

વો ભી ક્યા દિન થે
હમેં બકરે મિલ જાતે થે
એક રેમડેસિવર કે હમ
તીન ગુના દામ પાતે થે
છીંક ભી આતી, તો
વો દસ-બીસ હજાર
લાતી થી ઈઈઈ…
દિલ ને ફિર યાદ કિયા !

***

- મન્નુ શેખચલ્લી

Comments