આપણા હાથમાં જે અઢી ઇંચ બાય સાડા છ ઇંચનું ચોસલું હોય છે (મોબાઈલની વાત થાય છે, મિત્ર !) એના કારણે જિંદગી કેટલી બદલાઈ ગઈ છે ? તમને હજી કોઈ અંદાજ નથી…
***
આજકાલ વાતચીત…
સ્નેપચેટ અને વોટ્સએપમાં થાય છે.
***
આજકાલ ઓપિનીયન…
ટ્વિટરમાં થાય છે.
***
આજકાલ ફ્રેન્ડશીપ…
ફેસબુકમાં થાય છે.
***
આજકાલ એપ્રિશિએશન…
લાઈક વડે થાય છે.
***
આજકાલ ગુસ્સો…
ડિલીટ અને બ્લોક કરવાથી થાય છે.
***
આજકાલ લવ અને ડેટિંગ…
ટિંડર, કિપ્પો અને બમ્બલ વડે થાય છે.
***
આજકાલ બ્રેક-અપ પણ…
ઓનલાઈન જ થઈ જાય છે.
***
અને મિટિંગ ?...
ઝૂમમાં થાય છે.
***
ફેસ ટુ ફેસ વાતચીત…
વિડીયો કોલમાં થાય છે.
***
અરે, નોકરી…
ઘેર બેઠાં થાય છે
અને પગાર…
ડાયરેક્ટ ખાતામાં જમા થાય છે.
***
શોપિંગ…
એમેઝોન અને ફ્લિપકાર્ટમાં થાય છે.
***
રમત-ગમત પણ…
ગેમિંગ એપ્સમાં થાય છે.
અને લડાઈ ?...
પબ્જી ઉપર થાય છે !
***
રસોઈ…
યુ-ટ્યૂબમાં જોઈને થાય છે.
અને રેસ્ટોરન્ટનું ખાવાનું…
સ્વીગી અને ઝોમેટોથી ઘેર આવે છે !
***
સગાંવ્હાલાં અને મિત્રો…
વોટ્સએપ ગ્રુપમાં જ હોય છે
અને રીસામણાં…
ગ્રુપને ‘લેફ્ટ’ કરી જવાથી થાય છે !
***
ભગવાનનાં દર્શન પણ…
ઓનલાઈન થાય છે.
છતાં દુનિયા અટકી ક્યારે જાય છે ?
જ્યારે ‘નેટ’ બંધ થઈ જાય છે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment