બદલાતી દુનિયામાં... !

એકવીસમી સદીમાં દુનિયા ઝડપથી ચેન્જ થઈ રહી છે. આજકાલ શું શું બદલાઈ રહ્યું છે ? જરા નજર તો નાંખો…

*** 

આપણા ફોન… વાયરલેસ છે
આપણી રસોઈ… ફાયરલેસ છે
આપણી કાર… ગિયરલેસ છે
આપણાં ટાયર… ટ્યૂબ-લેસ છે
આપણા ડ્રેસ… સ્લીવ-લેસ છે
આપણા યુવાનો… જોબ-લેસ છે
આપણા નેતાઓ… શેઈમ-લેસ છે
આપણા સંબંધો… મિનિંગ-લેસ છે
આપણી ફિલ્મો… સેન્સ-લેસ છે
આપણાં ગાયનો… મેલોડી-લેસ છે

પરંતુ…

આપણું શોપિંગ ?
આહાહા…

‘ફીફટીપર્સેન્ટ લેસ’ છે !
દોડો… દોડો…

*** 

મોબાઈલ આવ્યો… ફોન ગયો
મોબાઈલ આવ્યો… કેમેરા ગયો
મોબાઈલ આવ્યો… રેડિયો ગયો
મોબાઈલ આવ્યો… આલ્બમો ગયાં
મોબાઈલ આવ્યો… ટપાલ ગઈ
મોબાઈલ આવ્યો.. કેલક્યુલેટરો ગયાં
મોબાઈલ આવ્યો… છાપાં ગયા
મોબાઈલ આવ્યો… ટીવી ન્યુઝ ગયા
મોબાઈલ આવ્યો… પાડોશી ગયા
મોબાઈલ આવ્યો… રોકડા પૈસા ગયા
મોબાઈલ આવ્યો.. શોપિંગ ગયું
મોબાઈલ આવ્યો… નવરાશ ગઈ
મોબાઈલ આવ્યો… સંબંધો ગયા

અને…
જો તમારો મોબાઈલ…
તમારી પત્નીના હાથમાં આવ્યો…

તો તમે ગયા !!

*** 

બોલે તો,
બદલતી દુનિયા કા
યે અસર હોને લગા…
આદમી પાગલ,
ઔર ફોન
‘સ્માર્ટ’ હોને લગા !

*** 

‘પિત્ઝા’ શું છે ?
ફોરેન રિટર્ન પરોઠું !
અને ‘પ્લાઝો’ શું છે ?
ડિઝાઈનરનો ધોતાં ચડી ગયેલો પાયજામો !

***

- મન્નુ શેખચલ્લી

Comments