પાકિસ્તાનના જોક્સનું પૂર !

પાકિસ્તાનમાં વરસો પછી એટલો બધો વરસાદ પડ્યો છે કે 70 ટકા પાકિસ્તાન પાણીમાં ડૂબેલું છે. છતાં આવા સમયે ત્યાંથી કેટલીક જોક્સ તણાઈને અમારા દિમાગમાં આવી ગઈ છે…

*** 

પાકિસ્તાનની આર્મીએ વિમાનો અને હેલિકોપ્ટરો દ્વારા રાહત સામગ્રી વહેંચવાનો સાફ ઇન્કાર કરી દીધો છે ! કેમ ?
એ લોકો કહે છે કે ‘હમેં તો સિર્ફ હથિયાર ઔર ટેરરિસ્ટોં કો ડ્રોપ કરને કી તાલીમ મિલી હૈ ! યે રાહત સામગ્રી ક્યા હોતી હૈં ?’

*** 

કહે છે કે ચીન દ્વારા હજારો ટન ભરીને ખાદ્ય સામગ્રી મોકલવામાં આવી છે. પણ પાકિસ્તાનીઓ એ ‘ચાઈનિઝ’ ફૂડ ખાવાનો ઇન્કાર કરી રહ્યા છે ! કેમ ?
‘અગર મરે હૂએ ચૂહે ઔર સાંપ હી ખાને હોતે તો હમ ખુદ માર કર નહીં ખા સકતે થે ?’

*** 

દુનિયાને એ વાતની ચિંતા છે કે પાકિસ્તાનમાં હવે રોગચાળો ફાટી નીકળશે. જોકે પાકિસ્તાનને એની ચિંતા જ નથી. એમનું ટેન્શન અલગ છે…
અહીં 70 ટકા વિસ્તારોમાં ટીવી બંધ છે, મોબાઈલ બંધ છે, રસ્તા તૂટી ગયા છે, ક્યાંય નીકળાય એવું નથી… અરે, બધા કામધંધા પણ બંધ છે….
- આવામાં રોગચાળો નહીં, ‘વસ્તી વધારો’ ફાટી નીકળવાનો ડર છે !

*** 

દુનિયાભરથી મદદ આવી રહી છે એ વાતે ત્યાંના પ્રાઈમ મિનિસ્ટર હરખાઈને ફાંકામાં આવી ગયા છે ! એમણે ઇમરાન ખાનને ટોણો મારતાં કહ્યું છે કે…
‘મિંયા, આપ કટોરા લેકર દુનિયાભર મેં ઘુમતે રહે… કિસીને કુછ નહીં દિયા… મગર મેરે પ્રાઈમ મિનિસ્ટર બનતે હી દેખા ? ભીખ અપને આપ આને લગી હૈ !’

*** 

જોકે લાખો પાકિસ્તાનીઓએ ભારતમાં BCCIનો રાહત સામગ્રી બદલ આભાર માન્યો છે ! કેમ ?
‘અરે ભાઈ સાહબ ! ઇન્ડિયા કી ટીમ હમ સે હાર ગઈ ઉસ સે બડી રાહત કી ખબર ઔર કૌન સી હો સકતી હૈ ?’

***

- મન્નુ શેખચલ્લી

Comments