ઉમેદવાર પસંદગીની ત્રણ રીત !

ચૂંટણી તો હજી ડિસેમ્બરમાં છે પણ એ પહેલાં જ આમ આદમી પાર્ટીએ તો એક યાદી બહાર પાડી દીધી ! ભાજપમાં પણ ‘કમલમ્’માં લાગવગના સેટિંગો ચાલુ થઈ ગયાં છે !
કોંગ્રેસની પણ પોતાની જ અલગ રીત છે… જુઓ ત્રણેય મેથેડ !

*** 

ભાજપની રીત
ઉમેદવારની પસંદગીમાં નીચે મુજબના મુદ્દા ધ્યાનમાં રાખશે…
(1) શું ઉમેદવાર કહ્યાગરો છે ?
(2) બહુ દોઢ-ડાહ્યો તો નથી ને ?
(3) પોતાના એરિયામાં બહુ જાણીતો તો નથી ને ?
(4) સાહેબનો ભક્ત છે ને ?
(5) છતાં જરૂર પડે પક્ષ માટે ગમે તેટલા ટાર્ગેટનો ‘ફાળો’ ભેગો કરી લાવે તેવો છે ને ?
(6) તો શાંતિ રાખો… તમારા જેવા ત્રણ ડઝન લાઈન લગાવીને બેઠા છે. અમિતભાઈ સિક્કો ઉછાળીને ફાઈનલ કરે પછી જાણ કરીશું !

*** 

કોંગ્રેસની રીત
આ વખતે કોંગ્રેસ ઉમેદવારોની પસંદગીમાં સાવ નવી જ મેથડ અપનાવશે એવું લાગે છે…
(1) એ ભાઈ ઊંઘે છે કે બગાસાં જ ખાય છે ?
(2) બગાસાં ખાતા વખતે સિનિયર નેતાઓને ડિસ્ટર્બ તો નથી કરતો ને ?
(3) ગળામાં સોનિયાજીનું તાવીજ પહેરે છે ?
(4) રાહુલજીનાં ભાષણો હસ્યા વિના સાંભળી શકે છે ?
(5) ભારત જોડો યાત્રાથી કેટલો ફાયદો થશે તે આંગળીના વેઢે ગણી શકે છે ?
(6) પોતે ચૂંટાશે પછી કોંગ્રેસ નહીં છોડે એવી ગેરંટી આપનારા 5 ભાજપના નેતાને રજુ કરી શકે છે ?
(7) તો શાંતિ રાખો… રાહુલબાબા ચીઠ્ઠી ખેંચીને નક્કી કરશે.

*** 

આપ’ની રીત
(1) ‘આપ’માં જોડાયા પછી ‘મફતમાં’ શું મળશે એમ પૂછે છે ?
(2) તો એને કહો, ઝાડૂ પણ ઘરેથી લાવવાનું રહેશે !

***

- મન્નુ શેખચલ્લી

Comments