જેમ પેલા મેસેજમાં કહે છે કે જેની પાછળ ED લાગે એ ભૂતકાળ બની જાય છે… એમ સાવ એવું પણ નથી ! અમુક લોકોની પાછળ ED લાગે છે ત્યારે જ એમની અસલી ઓળખ ‘પ્રસ્થાપિત’ થાય છે ! જેમકે…
***
જેની હંમેશા મજાક બનાવવામાં આવે, જેને કોઈ સિરિયસલી ના લે છતાં જેને જ્યાં ને ત્યાં હોળીના નાળિયેરની જેમ આગળ ને આગળ ધરવામાં આવે…
તેને RAHULED (રાહુલ્ડ) બનાવ્યો કહેવાય !
***
એ જ રીતે જેને મોટી ખુરશી ઉપર બેસાડીને હાથ-પગ-મોં ઉપર પાટા બાંધીને શોભાના ગાંઠીયા જેવા બનાવી મુક્યા હોય એને
MANMOHANED (મનમોહન્ડ) કહેવાય !
(આવા ગાંઠીયા ભાજપમાં પણ છે, હોં !)
***
એમ તો બીજા પક્ષમાંથી ભાજપમાં લાવી, ખેસ પહેરાવી, જેનામાં નવી વિચારધારા વડે ‘સુધારા’ કરવામાં આવ્યા હોય…
તેને MODIFIED (મોદી-ફાઈડ) કર્યા કહેવાય છે !
***
એ જ રીતે જેઓને મોદી સાહેબની પ્રતિભા વડે માનસિક રીતે ‘પ્રેરિત’ કરવામાં આવે છે તેવા લાખો યુવાનો જે છે…
તેને MODIVATED (મોદી-વેટેડ) કહેવામાં આવે છે !
***
આજકાલ સોશિયલ મિડીયામાં જેની પાછળ પડીને, બદનામ કરીને, બહિષ્કાર કરીને, ટીકાઓ-કોમેન્ટો કરીને તથા ફેક ન્યુઝ વડે શૂળીએ ચડાવવામાં આવે છે…
તેને MEDIAFIED (મિડીયાફાઈડ) કહેવામાં આવે છે !
(દાખલા તરીકે હવે આમિર ખાનનો વારો છે…)
***
બાકી, તમે બધા પણ બહુ ફાંકામાં ના રહેતા ! કારણ કે…
તમે પણ ઓલરેડી MARRI-ED છો !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment