ફેમસ સંતા-બન્તાની બારમી ઝેરોક્સ જેવા આપણા અસલી ગુજરાતી ઇડિયટો યાને કે લલ્લુ એન્ડ બલ્લુ છેલ્લે રાજકોટમાં દેખાયા છે !
જુઓ એમની મંદબુદ્ધિ વડે કેવી હ્યુમર બને છે…
***
લલ્લુ : આપણા રાજકોટમાં હંધાય દુકાનદારો ભરબપોરે દુકાનું બંધ કરીને ઘરે કેમ વયા જાય છે ?
બલ્લુ : આલેલે ! દુકાન બંધ કરીને અંદર બેહી રિયે તો બફાઈ નો જાય ?
***
લલ્લુ : આપણા રાજકોટવાળાવ રાતે રેસકોર્સની પાળીએ બેસીને આઇસ્ક્રીમું કેમ ખાતા હઈશે ?
બલ્લુ : આલેલે ! બપોરે પાળી ઉપર બેસવા જાંઈ તો દાઝી નો જવાય ?
***
લલ્લુ : આ ઉનાળામાં જ કેમ આટલી ગરમી પડે છે ?
બલ્લુ : હાચી વાત છે. શિયાળામાં પડતી હોત તો આપણાં સ્વેટરનો ખરચો બચી જાત ને !
***
લલ્લુ : ગઈકાલે તો રાજકોટમાં બેંતાળીસ ડીગ્રી પડી.
બલ્લુ : તેં એમાંથી કઈ લીધી ? બી.એસ.સી. કે બી.કોમ ?
***
લલ્લુ દોડતો દોડતો બલ્લુ પાસે આવ્યો. આવીને કહેવા લાગ્યો.
લલ્લુ : બલ્લુ… બલ્લુ…! મને બરફની ફેકટરીમાં નોકરી મળી ગઈ.
બલ્લુ : (સાવ ઠંડકથી) ઠીક…! તો હવે તારે દર મહિને કેટલા રૂપિયા દેવાના થાશે ?
***
જોકે બલ્લુ, એના ભાઈબંધ લલ્લુ કરતાં વધારે હોંશિયાર નીકળ્યો. એ એક દિવસ બરફની ફેકટરીએ જઈને આખી બરફની પાટ જ ખરીદી લાવ્યો !
પણ ઘરે પહોંચતા સુધીમાં તો બરફની પાટ સાવ નાનકડી ઇંટ જેવી થઈ ગઈ !
કેમ ?
- કારણ કે બલ્લુ એને રસ્તા ઉપર ધક્કા મારતો મારતો ઘરે લઈ ગયો હતો !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment