આખા રાજ્યમાં ફેલાયેલા હીટ-વેવને કારણે અમુક ઘટનાઓ એવી બની રહી છે જે ન્યુઝ ચેનલોની પણ કલ્પના બહારની હોઈ શકે છે ! જુઓ…
***
ઇસ બીચ કેજરીવાલ કી આમ આદમી પાર્ટી ને સરકાર પે સાધા હૈ નિશાન… લગાયા આરોપ, કી મૌસમ વિભાગ સે જ્યાદા ડીગ્રીયાં ગુજરાત મેં કૌન બાંટ રહા હૈ ?
***
દરમ્યાનમાં જો ગુજરાતની વાત કરીએ તો રાજ્યભરના કુવાઓ, તળાવો તથા ડેમોમાંથી ‘ડિ-હાઈડ્રેશન’ની ફરિયાદ ઊઠી રહી છે…
***
ખબર આ રહી હૈ કિ કોંગ્રેસ કે કાર્યકર્તા અબ ‘રસ્તા રોકો’ આંદોલન નહીં કરેંગે… બતાયા કિ તાપમાન બઢાકર સડકેં ગરમ કર દેને મેં BJP કી સાજિશ હૈ… હમ કૈસે બૈંઠે સડકોં પર ?
***
અને જો વધી રહેલા તાપમાનની વાત કરીએ તો બરફના વેપારમાં છેતરપિંડીનો કિસ્સો બહાર આવ્યો છે…
બરફગોળાની લારીઓ ચલાવતા ફેરિયાઓ કહે છે કે ફેકટરીમાંથી આવતી 20 કિલો બરફની પાટ ઓગળીને માત્ર 18 કિલોની થઈ જાય છે… બે કિલો બરફની ગોબાચારી માટે જવાબદાર કોણ…
***
ઇસી બીચ ખબર આ રહી હૈ પુલીસ અત્યાચાર કી… સૂત્રોં સે પતા ચલા હૈ કિ ગુનાહ કબૂલ કરવાને કે લિયે પુલીસ આરોપી કો બીચ સડક પે નંગે પાંવ ખડા કર દેને કી ધમકી દે રહી હૈ…
***
દરમ્યાનમાં વધુ એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે…
શહેરમાં ઠેક-ઠેકાણે કોર્પોરેટરો તથા ધારાસભ્યોનાં નામની તકતી ધરાવતા પથ્થરના બાંકડા ઉપર બેસવા જતાં સિનિયર સિટિઝનોએ ‘ફોલ્લાઓની સારવાર’ માટે વળતરની માંગ કરી છે…
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment