IPLમાં આર. અશ્ર્વિન નવા નિયમોનો ફાયદો લઇને ‘રિટાયર્ડ આઉટ’ થઈ ગયો. એ પછીના બેટ્સમેનોએ 10 બોલમાં 30 રન ઝૂડી નાંખ્યા !
જોકે, હાલની IPLમાં બીજા પણ કેટલાક છૂપા છતાં ‘ફિક્સ’ નિયમો છે, જેની ઘણાને હજી ખબર નથી ! જુઓ…
***
જે બેટરનો સાવ ઇઝિ કેચ બહુ ‘શંકાસ્પદ’ રીતે છૂટી ગયો હોય એ બેટર આગળ જતાં જરૂર 50 થી 60 રન ઠોકી જશે !
***
15 ઓવર સુધી ગેમ ઠીચૂક ઠીચૂક ચાલશે… પછી અચાનક ધનાધની થવા માંડશે ! ઓવરના 20-22 રન જશે અને આખી બાજી પલટાઈ જશે !
***
છૂટેલા કેચવાળા બેટરને છગ્ગા મારવા માટે હંમેશા એના ‘પાલામાં’ (સ્લોટમાં) બોલ આપવામાં આવશે ! પણ જો રન ના જ આપવાના હોય તો ભલે ઓવરમાં ત્રણ ત્રણ વાઇડ જાય, બેટરને ફાવે એવા બોલ નહીં જ નંખાતા હોય !
***
છતાં છેલ્લી ઓવરમાં ચાર ટાઇટ બોલ નાંખ્યા પછી છેલ્લા બે બોલમાં બે સિકસરો આપી દેવામાં આવશે !
***
એવું જ છ ઓવરના પાવરપ્લેમાં થશે. ચાર ઓવરમાં ચૌદ રન પણ નહીં થયા હોય, પણ બીજી બે ઓવરમાં 30-35 રન આપી દશે ! (જેથી ‘સેશન’નો સટ્ટો રમનારાઓ ભરાઈ પડે.)
***
એ જ રીતે મોબાઈલમાં ટીમ બનાવીને લાખો ડફોળો જે રોજના કરોડો રૂપિયા રમે છે એમને ઉલ્લુ બનાવવા માટે ધૂરંધર પ્લેયરો ખાસ રમશે જ નહીં અને સાવ પપલુ પ્લેયરો તરખાટ મચાવી દેશે !
***
અને, આ આખો ખેલ બરોબર જાણતા હોવા છતાં કોમેન્ટેટરો અને એક્સ્પર્ટો કીધા કરશે ‘યહી તો મજા હૈ IPL કા… કબ બાજી પલટ જાયે, કોઈ કહ નહીં સકતા !’
(આ સૌથી સિક્રેટ ‘ફિક્સ’ નિયમ છે.)
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment