ડોન્ટ લાઈક ઉનાળા !

ગરમી તો એવી ભયંકર પડી રહી છે કે એમાં અંગ્રેજી, હિન્દી અને ગુજરાતી… એમ ત્રણેય ભાષાઓ પીગળીને એકબીજામાં મિક્સ થઈ રહી છે ! લો સાંભળો…

*** 

ધેર ઇઝ ટુ મચ બફારા
ઉપર સે કમિંગ કંટાળા
ધેટ ઇઝ વ્હાય..
આઈ ડોન્ટ લાઈક ઉનાળા !

*** 

બફારા બ્રિન્ગિંગ પરસેવા
સ્પોઇલિંગ માય ફેસ રૂપાળા
ધેટ ઇઝ વ્હાય…
આઇ ડોન્ટ લાઇક ઉનાળા !

*** 

કોલ્ડ-ડ્રીંક બીકમિંગ કોસ્ટલી
બિકોઝ, લેમન કે ભાવ મેં ઉછાળા
ધેટ ઇઝ વ્હાય…
આઈ ડોન્ટ લાઇક ઉનાળા !

*** 

આઇ લગાવિંગ ગોરેપન કી ક્રીમ
ફિર ભી ફેસ બિકમિંગ કાળા
ધેટ ઇઝ વ્હાય…
આઇ ડોન્ટ લાઇક ઉનાળા !

*** 

લાઇટ ગોઇંગ એન્ડ કમિંગ
ઉપર સે લાઇટ બિલ મેં ગોટાળા
ધેટ ઇઝ વ્હાય…
આઇ ડોન્ટ લાઇક ઉનાળા !

*** 

ફોર ઠંડક ગોઇંગ ટુ બાથરૂમ
બટ નળ સે કમિંગ ઉકાળા
ધેટ ઇઝ વ્હાય…
આઇ ડોન્ટ લાઇક ઉનાળા !

*** 

હીટ ઇન્ક્રિઝીંગ ઇન ડીગ્રીઝ
બટ એજ્યુકેશન મેં નો સુધારા
ધેટ ઇઝ વ્હાય…
આઇ ડોન્ટ લાઇક ઉનાળા !

*** 

હોલ સીટી  ઇન કરફ્યુ
બિકોઝ રોડ બર્નિંગ ડામરવાળા
ધેટ ઇઝ વ્હાય…
આઇ ડોન્ટ લાઇક ઉનાળા !

*** 

હાઉ મેની ટાઇમ્સ આઇ પ્રેઈંગ
બટ નોટ લિસનિંગ ઉપરવાળા
ધેટ ઇઝ વ્હાય…
આઇ ડોન્ટ લાઇક ઉનાળા !

***

-મન્નુ શેખચલ્લી

Comments