મહિલા દિવસ તો ગયો. પણ રહી રહીને અમને એક વિચાર આવે છે… તમે પણ વિચારી જુઓ…
***
ટીવી સિરિયલોમાં નારીને કેવી બતાડવામાં આવે છે ?
- હિંમતવાળી
- સંજોગો સામે ઝઝૂમનારી
- સંઘર્ષ કરનારી
- મુસીબતો સામે લડનારી
- કુટુંબને ખાતર ભોગ આપનારી
- પરંપરાને જાળવનારી
- સંસ્કારી
- ઈશ્વરને માનનારી
- પતિને સાથ આપનારી
- વડીલોને માન આપનારી
- વગેરે વગરે…
હવે, આ સિરિયલો કોણ બનાવે છે ?
- પુરુષો ! રાઈટ ?
***
અને મોબાઈલમાં જે ટીક-ટોક, જોશ, મોજ, ઝીલી વગેરે એપ વડે બનાવેલા ફની વિડિયોઝ આવે છે એમાં પત્નીને કેવી બતાડે છે ?
- પતિને દબડાવનારી
- ઘરમાં દાદાગીરી કરનારી
- મોબાઈલમાં ખૂંપેલી
- બાળકોનું ધ્યાન ન રાખનારી
- રસોઈમાં લોચા મારનારી
- અંગ્રેજીમાં ઊંધું સમજનારી
- થોડી ડફોળ…
- થોડી સ્ટુપિડ…
- બાઘા જેવી…
- પુરુષના અવાજમાં જોક્સ કહેનારી
- પત્નીની જ મજાક થતી હોય એવા જોક્સમાં એક્ટિંગ કરનારી
- વગેરે વગરે..
હવે કહો, આ બધા વિડિયોઝ કોણ બનાવે છે ?
- મહિલાઓ પોતે જ !
(હવે તમે જ કહો, મહિલાઓની ઇમેજ કોણ બગાડે છે ?)
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment