યુક્રેનના ટપોરી ન્યુઝ !

તમે તો જાણો જ છો, આપણી એક પ્રાયવેટ ટપોરી ન્યુઝ ચેનલ છે ! એમાં બમ્બૈયા ટપોરી ભાષામાં આખી દુનિયાના સમાચાર આપવામાં આવે છે.

હવે એમાં અમદાવાદના બે ચાર રિપોર્ટરો જોડાયા છે ! તો સાંભળો એ શું કહે છે…

***

અબી યુકરેન મેં જો યુધ ફટ નિકલેલા હૈ ને, ઉસ મેં રસિયા કી હાલત સાપ ને છછુંદર ગલા હો એસી હો ગૈલી હૈ ! કાયકુ ?

બોલે તો, ઉનકુ લગતા થા કે અપુન યુકરેન કો તો યું ચપટી મેં ચોલ ડાલેંગે, મગર આજ દસ દસ દિન હો ગયે, યુકરેનવાલે ‘પુસ્પા’ પિકચર દેખણે કે બાદ ‘ઝૂકેગા નંઈ’ બોલ કે ત્રાંસે હોકર ટટ્ટાર ખડેલે હૈં !

***

ખાલી  ઝૂકેગા નંઈ વાલા ડાયલોગી ચ નંઈ, વો ‘સાંમે… સાંમે…’ ગાયન કી તરાં રસિયન સેંના કી ‘સાંમે… સાંમે…’ હો ગૈલે હૈં, બાપ !

***

અબી કલ રસિયા કે ભાઈલોગ ને એસી જોરદાર ખબર ફૈલાયેલી થી કી યુકરેન કા મેઇન ભાઈ ઝેલન્સ્કી રસિયા કે ડર સે પતલી ગલી સે વટક ગૈલા હૈ ! ઔર કહીં પોલેન્ડ મેં જા કર કિસી ખોપચે મેં છૂપેલા હૈ !

***

મગર અબી લેટેસ બિરેકિંગ ન્યુઝ સે આયેલા હૈ કિ ઝેલેન્સકી ભાઈ યુકરેન મેં ચ કિસી ભોંયરે મેં બિન્દાસ બેઠેલા હૈ !

અબી કોન્સે ભોંયરે મેં હૈ વો અગર જાહેર કર દેવે તો રસિયાવાલે રોકેટ સી ઉડા ના દેવે ? ઇસ્લીયે સિકરેટ રખેલા હૈ. સમજા ના ?

***

મગર સચ મેં દેખણેં જાવેં તો યુકરેન કે લિયે ભરોસે કી ભેંસ ને પાડા જણા હૈ ! કેસે ? બોલે તો, સુરુ મેં તો નાટોવાલે બોત ફાંકા મારતે થે કિ તુમ કુ અડધી રાત મેં બી કોઈ તકલીફ હોવે તો સુબુ મેં ફોન કરના !

મગર અબી ખાલી રીંગ જ જા રૈલી હૈ ! વોટસેપ મેં ‘લાસ્ટ સીન’ બી દસ દિન પૈલે કા દિખા રૈલા, બાપ !

***

ઇસ સારે મામલે મેં સમજણે જેસા એક જ હૈ કિ ખીલે કે જોર પે પાડે કો બોત ઉછલના નઈં ચાઈયે ! ક્યા સમજે ?

***

- મન્નુ શેખચલ્લી

Comments