જુઓને, યુક્રેનનું યુદ્ધ તો પતવાનું નામ જ નથી લેતું ! બીજી બાજુ ચીનમાં કોરોનાએ માથું ઉંચક્યું છે ! અને બૈશાબ, આખી બબાલમાં અફઘાનિસ્તાનને તો સૌ ભૂલી જ ગયા છે !
આ બધું શોર્ટમાં સમજવું હોય તો અમુક ગુજરાતી કહેવતો બહુ બંધબેસતી આવે છે !
***
રશિયા :
લડ, કાં તો લડનારો દે !
***
યુક્રેન :
કીડી ઉપર કટક !
***
નાટો :
ભરોસાની ભેંસે પાડો જણ્યો !
***
અમેરિકા :
જગત જમાદારી ને ફાંકાની ફોજદારી !
***
યુરોપના દેશો :
બે પાડા લડે એમાં ઝાડનો ખો !
***
ભારત :
હું તો બોઈ યે નંઈ, ને ચાઈ યે નંઈ !
***
ચીન (નવા કોરોના કેસ)
ડોશી મરે એનો ડર નથી, જમડો ઘર ભાળી ગયો છે !
***
અફઘાનિસ્તાન : (તાલિબાનનું રાજ)
અલીબાબા અને ચાલીસ ચોર !
***
પાકિસ્તાન :
ચોરની માં કોઠીમાં મોં ઘાલીને રોવે !
***
ઇંગ્લેન્ડ : (અમેરિકાની ચમચાગિરી)
ચા કરતાં કીટલી ગરમ !
***
યુક્રેન રિટર્ન વિદ્યાર્થીઓ :
ધોબીનો કૂતરો, ન ઘરનો, ન ઘાટનો !
***
ભારતના રાજકીય વિશ્ર્લેષકો :
(1) વાયરો વાતો લાવ્યો !
(2) પોથીમાંનાં રીંગણા !
(3) સાચું ખોટું રામ જાણે !
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment