ક્યારેક લાગે છે કે અગાઉ જે ભજવાઈ ગયું હતું એ જ ફરી વાર ભજવાતું જાય છે. પાત્રો, સ્થળ અને સમય બદલાય છે, બાકી સ્ક્રીપ્ટ તો સેઇમ હોય છે…
***
અગાઉ વગર લેવે-દેવે આપણે રિયા ચક્રવર્તી અને આર્યન ખાનનું શું થયું એ જોવામાં એટલા ખૂંપી જતા હતા કે આપણા અસલી પ્રોબ્લેમો ભૂલી ગયા…
આજે યુક્રેનનું શું થશે એની ચિંતામાં બધું ભૂલીને વગર લેવે-દેવે ટીવી સામે બેસી રહીએ છીએ !
- સ્ક્રીપ્ટ તો સેઇમ છે !
***
અગાઉ ‘કોરોના આવશે… કોરોના ફેલાશે…’ એની ચિંતામાં શેરબજારોમાં કડાકા બોલી ગયા ! અને ખરેખર કોરોના ફેલાયો ત્યારે તો તેજી આવવા લાગી…
આજે પણ ‘યુક્રેનમાં વોર થશે… વોર થશે…’ એમ કરીને શેરબજારમાં કડાકા બોલી ગયા ! અને ખરેખર વોર શરુ થઈ પછી તેજી આવવા માંડી !
- યાર, સ્ક્રીપ્ટ સેઇમ છે !
***
અગાઉ 26/11ના મુંબઈ હૂમલા પછી ડાહ્યા, શાંતિવાદી અને સમજુ ગણાતા લોકોએ જાહેરમાં મીણબત્તીઓ સળગાવવા સિવાય કંઈ જ કર્યું નહોતું.
આજે વિશ્વના સૌ દેશો પોતપોતાની પ્રખ્યાત ઇમારતો ઉપર યુક્રેનના ઝંડાની કલર સ્કીમ મુજબ ફક્ત લાઇટિંગ કરે છે…
- બોલો, સ્ક્રીપ્ટ તો સેઇમ છે ને ?
***
અગાઉ રશિયા અફઘાનિસ્તાનમાં ઘૂસી ગયું ત્યારે અમેરિકા જોતું જ રહી ગયું હતું ! અને પછી તાલિબાનોને પૈસા, હથિયાર અને તાલીમ આપીને રશિયાના નાકમાં દમ કરી નાંખ્યો હતો…
આજે પણ રશિયા યુક્રેનમાં ઘૂસ્યું છે અને અમેરિકા બગાસા ખાવાનો ઢોંગ કરી રહ્યું છે ! પણ પછી…
- સ્ક્રીપ્ટ તો સેઈમ નથી લાગતી ?
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment