ટીમ ઇન્ડિયાને અર્પણ !

ભારતની ટીમ ન્યુઝિલેન્ડ સામે જે શરમજનક રીતે હારી છે એ પછી કંઈ કહેવા જેવું રહેતું જ નથી ! છતાં માંડ માંડે જે એક એક લાઇન (વન-લાઇનર્સ) નીકળે છે તે ટીમ ઇન્ડિયાને અર્પણ…

***

લાગે છે કે ટીમ ઇન્ડિયાએ સખ્ખત પ્રેક્ટિસ કરી હતી…

…ફિલ્ડરો જ્યાં ઊભા હોય બરોબર ત્યાં જ કેચ આપવાની !

***

દૂબઈ શોપિંગ ફેસ્ટિવલમાં ડિસ્કાઉન્ટ નીકળ્યું છે…

… 180વાળી ટીમ લઈ જાઓ ફક્ત 110માં !

***

એક વાત તો માનવી પડશે, ટીમ ઇન્ડિયાએ હારવાનું હોય ત્યારે કદી વધારે મહેનત કરતી જ નથી.

***

લગતા હૈ BCCIને દિવાલી બોનસ દેને સે ઇન્કાર કર દિયા થા !

***

IPLમાં ધનાધની… પણ વર્લ્ડકપમાં ધબડકો…

આ તો બિલકુલ એવી વાત થઈ કે ટ્યૂશન ક્લાસવાળા હંમેશાં 90 ટકા માર્કસ આપે અને બોર્ડવાળા 55 ટકા !

***

અરેરે, ટીમ ઇન્ડિયાએ તો ઉલાળિયું કર્યું… આર્યન ખાન પણ ઘરે પાછો આવી ગયો…

હવે ટીવીમાં જોવા જેવું રહ્યું જ શું ?

***

દૂબઈના બુકીઓની નવી આગાહી : અફઘાનિસ્તાન સામે પણ ઇન્ડિયા હારે છે. બોલો, લગાવવી છે શરત ?

***

વિરાટ કોહલી બચી ગયો… નામીબિઆ અને સ્કોટલેન્ડની ટીમો ભારતના પ્રવાસે આવે એ પહેલાં જ કોહલીએ T20 કેપ્ટનશીપ છોડી દીધી હશે !

***

જોકે ન્યુઝિલેન્ડ નામીબિયા સામે હારી જાય, પાકિસ્તાન સ્કોટલેન્ડ સામે ઝીરોમાં ઓલઆઉટ થાય, શારજાહમાં અચાનક ખૂબ વરસાદ પડે, દૂબઈમાં ધરતીકંપ થાય, અબુ ધાબી દરિયામાં ડૂબી જાય અને રાહુલ ગાંધી સુધરી જાય…તો કદાચ ઇન્ડિયા સેમી ફાઇનલમાં આવી પણ જાય ! ભલું પૂછવું.

***

- મન્નુ શેખચલ્લી

Comments