રાવણની લેટેસ્ટ જોક્સ !

આજે દશેરા છે. આજે રાવણની જોક્સ વાંચવાનો અને વાંચીને બધે ફોરવર્ડ કરવાનો રીવાજ છે ! ઓકે ?

***

રાવણના ફોનમાં પોસ્ટ પેઇડનું બિલ બહુ મોટું આવે છે. કેમ ?

- કેમકે દરેકે દરેક કોલને કોન્ફરન્સ કોલ ગણવામાં આવે છે.

***

રાવણના ફોનમાં સેલ્ફી લેવાનો પણ પ્રોબ્લેમ છે.

- બિચારો દસ ફોટા પાડીને ‘પેનોરામા વ્યુ’ બનાવે ત્યારે માંડ એક સેલ્ફી બને છે !

***

રાવણનું પહેલું માથું તેના દસમા માથા જોડે વાત કરતું હોય તેને શું કહેવાય ?

- લોંગ ડિસ્ટન્સ કોલ.

***

વરસોથી રાવણનું આધારકાર્ડ પણ બનતું નથી. કેમ ?

- કારણકે એક માણસનાં દસ આધારકાર્ડ ના હોય અને એક આધારકાર્ડમાં દસ ફોટા ના ચોંટાડી શકાય !

***

રાવણ આ વખતે જ્યારે જ્યારે માસ્ક વિના પકડાયો છે ત્યારે તેને 5000 રૂપિયાનો દંડ થયો છે ! કેમ ?

- 500 x 10 માથાં

***

રાવણ વિભિષણને કહે છે : ‘એક વાર અયોધ્યા જઈ આવવું છે. ત્યાં મારા રથનું સેટિંગ થઈ જાય એવું છે.’

વિભિષણ : કેમ, એવું તે શું છે અયોધ્યામાં ?

રાવણ : ત્યાં ‘દશ-રથ’ છે !

***

રાવણના મોબાઈલની બેટરી પણ બહુ ઝડપથી ઉતરી જાય છે ! કેમ ?

- કેમકે દસે દસ માથાં એકસાથે પોતપોતાની ફેસબુક ખોલીને બેઠાં હોય છે !

***

રાવણને જ્યારે પણ ફેસબુકમાં ‘ફ્રેન્ડ રિક્વેસ્ટ’ આવે છે ત્યારે દસે દસ માથાં અંદરોઅંદર ખુબ ઝગડે છે !

- બધાં માથાં કહે છે કે ‘આ રિક્વેસ્ટ ફક્ત મારા માટે જ આવી છે !’

***

રાવણે અનેક વાર ગાયનો ગાઈ ગાઈને ‘ઇન્ડિયન આઇડોલ’માં એડિશન માટે મોકલ્યાં છે પણ ક્યારેય એનું સિલેક્શન નથી થતું ! કેમ ?

- કારણકે એનો અવાજ હંમેશાં ‘સમૂહગાન’માં ગણવામાં આવે છે !

***

અને રાવણ એમ માનતો થઈ ગયો છે કે એ જરૂર આ દેશનો મોટો નેતા હોવો જોઈએ !

- કેમ કે દર વરસે લોકો રાવણનાં સેંકડો પૂતળાં બાળે છે !

***

- મન્નુ શેખચલ્લી

Comments