સિધ્ધુજીની શાયરીઓ !

નવજોત સિધ્ધુએ કપિલ શર્માનો કોમેડી શો છોડી દીધો છે છતાં પોતે જ ‘કોમેડી શો’ બની ગયા છે ! ક્રિકેટની કોમેન્ટ્રીમાં તથા કોમેડી શોની ખુરશીમાં બેસીને સડેલી ફટિચર શાયરીઓ ફટકારતા સિધ્ધુજી આજે પોતે પોતાની જ ક્વોલિટીની શાયરીનો વિષય બની ગયા છે…

***

તબ અઝરુદ્દીન સે નહીં બની

અબ અમરિક સે નહીં બનતી

લગતા હૈ સિધ્ધુજી કી

કોઈ ‘કેપ્ટન’ સે નહીં બનતી !

***

(અત્યારે અમરિક સિંહ પણ કહેતા હશે કે…)

સિધ્ધુજી લાખ બૂરા ચાહે

તો ક્યા હોતા હૈ ?

વહી હોતા હૈ જો

મંજુરે સોનિયા હોતા હૈ !

***

(રાજીનામું આપીને પસ્તાયા પછી સિધ્ધુજીની શાયરી કંઈક આવી હતી.)

અચ્છા ચલતા હું

દુવાઓં મેં યાદ રખના

અગર વહાં ભી ના ટિકે

તો કોમેડી શો મેં યાદ રખના !

***

(જે રીતે સિધ્ધુજી ઉછળી ઉછળીને શાયરી ફટકારતા હતા એ જ રીતે…)

જો દહાડતા હૈ વોહી

જંગલ કા શેર હોતા હૈ

(ગૌર સે સુનના)

જો દહાડતા હૈ વોહી

જંગલ કા શેર હોતા હૈ...

ઔર જો તાલી માંગતા હૈ

વો સિધ્ધુજી કા 'શેર' હોતા હૈ !

(અબ ઠોકો તાલી ?)

***

લૂઝ ગેંદ પે છક્કા પડતા હૈ

ટાઈટ ગેંદ પે રુકના પડતા હૈ

અગર પઢ ના પાયે ગૂગલી

તો ગરુઉઉઉ... ઇસ્તિફા દેના પડતા હૈ !

***

હવાઓં કા કોઈ તોલ નહીં હોતા

ઝરનોં કા કોઈ મોલ નહીં હોતા

સિધ્ધુજી થોડી જબાન સંભાલતે

તો ઇતના બડા ‘ઝોલ’ નહીં હોતા !

***

- મન્નુ શેખચલ્લી

Comments