અફઘાનિસ્તાનમાં અમેરિકાની બહુ મોટી મજાક થઇ ગઈ છે. જોકે એ પછી અફઘાનિસ્તાન વિશે હવે ઝીણી ઝીણી જોક્સ ચાલી રહી છે…
***
અફઘાનિસ્તાનમાં બ્યુટિ-કોન્ટેસ્ટ શી રીતે થાય છે ?
- બેસ્ટ રીતે. એમાં સૌથી સુંદર ભરતકામ કરેલા બુરખાને ફર્સ્ટ પ્રાઈઝ મળે છે.
***
અફઘાનિસ્તાનની મહિલાઓ માઇક્રોસોફ્ટની બરોબરી શી રીતે કરી શકે છે ?
- બહુ સહેલી રીતે. એમના હરેક બુરખામાં Windows હોય છે.
***
શું અફઘાનિસ્તાનની મહિલાઓને ટીવી, ફિલ્મ, મોબાઈલ, લેપ-ટોપ વગેરેની જરૂર જ નથી હોતી ?
- કેમ કે દરેક મહિલાના બુરખામાં એક Screen તો હોય જ છે.
***
તાલિબાની સૈનિકોના ડોક્ટર એમને શી રીતે દવાઓ આપે છે ?
- સવારે એક ગોળી રિવોલ્વરની, બપોરે બે ગોળી રાઈફલની અને રાત્રે સૂતાં પહેલાં બે ગોળી મશીનગનની લેવી.
***
અફઘાનિસ્તાનમાં આજકાલ શું ચાલી રહ્યું છે ?
- ગોળીઓ
***
કોઈ અફઘાની કુદરતી રીતે મરી જાય ત્યારે ત્યાંના લોકો શું કહે છે ?
- બિચારો ગોળી ખાધા વિના જ મરી ગયો !
***
અફઘાનિસ્તાનમાં કેટલી જાતનાં હેર-ઓઇલ મળે છે ?
- માત્ર બે જાતનાં. એક માથામાં નાંખવાનું તેલ અને બીજું દાઢીમાં નાંખવાનું તેલ.
***
દુનિયાના 80 ટકા અફીણ અફઘાનિસ્તાનમાં પેદા થાય છે છતાં તાલિબાનો કેમ સાવ લઘરવઘર હોય છે ?
- કારણ કે તાલિબાનો અફીણના નશામાં ટલ્લી હોય છે તેથી નહાવાનું ભૂલી જાય છે.
***
અને હા, અમેરિકાએ અફઘાનિસ્તાનમાં આટલું મોટું સૈન્ય શાને માટે ઉતાર્યું હતું ?
- ‘લોકશાહી’ની સ્થાપના કરવા માટે !!
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment