હદ થઈ ગઈ છે યાર ! આજે ખબર પડી કે ગઈકાલે ‘વર્લ્ડ મોસ્કવીટો ડે’ યાને કે ‘મચ્છર દિવસ’ હતો ! પણ વાંધો નહિ, મચ્છરોની જોક્સ તો બારે મહિના થઈ શકે છે ને…
***
સૌથી પહેલાં જૂની અને જાણીતી જોક…
મચ્છર અને પત્નીમાં શું સામ્ય છે ?
- બંને લોહી પીએ છે !
***
હવે નવી જોક્સ :
મચ્છરો અને મહિલાઓમાં શું સામ્ય છે ?
- બંનેને કાનમાં આવીને ઘુસપુસ કરવાની આદત છે !
***
મચ્છરોને કયું સરકારી ખાતું સૌથી વધુ ફાવે છે ?
- વસ્તી ગણત્રી ખાતું. કેમકે એ હંમેશાં ‘ગણ ગણ’ કરે છે !
***
મચ્છરો સાથે માણસોની શું સગાઈ હોય છે ?
- લોહીની સગાઈ છે, ભાઈ !
***
મચ્છરોની બેન્કનું શું નામ છે ?
- બ્લડ-બેંક !
***
મચ્છરોનો ટેસ્ટ કેવો હોય છે ? ઊંચો કે નીચો ?
- એ તો તમારા લોહીના સ્વાદ ઉપર છે !
***
શું મચ્છરોમાં પણ નાત-જાત હોય છે ?
- હાસ્તો… એ પોઝિટીવ, એ નેગેટિવ, બી પોઝિટીવ, બી નેગેટીવ અને ઓ !
***
આજકાલ મચ્છરો કેમ ઓછાં થઈ ગયાં છે?
- કોરોના પોઝિટીવ લોહી પીધું ને ? એટલે !
***
શું મચ્છરો ભણેલાં હોય છે ?
હા, એમની પાસે પેથોલોજીની ડિગ્રી હોય છે. એટલે જ તેઓ આપણો ‘બ્લડ-ટેસ્ટ’ કરી શકે છે !
***
મચ્છરો અને માખીઓમાં શું ફરક છે ?
- સિમ્પલ, મચ્છરો ‘ગણગણ’ કરે છે અને માખીઓ ‘બણબણ’ કરે છે !
***
મચ્છર અને હાથીમાં શું ફરક હોય છે ?
- ખાસ કંઈ નહીં, કેમકે બંને સરનેમો નાગર બ્રાહ્મણોમાં હોય છે.
***
એમ ? તો તો પછી મચ્છર અને માંકડમાં શું ફરક છે ?
- ખોટું કન્ફ્યુઝન ઊભું ના કરો. માંકડ તમારી પથારીની નીચેથી આક્રમણ કરે છે અને મચ્છર ઉપરથી !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment