બારમાવાળાનો બીજો લેટર !

મોદી સાહેબે પોતે જ બારમાની એટલે કે CBSCની એકઝામો રદ કરવાની જાહેરાત કરી એટલે આપણને એમ કે બારમાવાળા તો ખુશ ખુશ થઈ ગયા હશે ! પણ એવું નથી.

ઇંગ્લીશ મિડિયમમાં ભણતા એક છોકરાએ ગુજ-હિંગ્લીશમાં (ગુજરાતી વઘાર સાથેના અંગ્રેજીમાં) મોદી સાહેબને જે લેટર લખી નાંખ્યો છે એ તો અંગ્રેજી એબીસીડીમાં છે (આને વોટ્સએપ ઇંગ્લીશ પણ કહેવાય છે જેમ કે How r u… Wht u doin… M Fin… tks… એવું બધું) છતાં અમે એનું મહા-મહેનતે ગુજરાતી ‘શબ્દાંતર’ કર્યું છે. ધીરજ રાખીને વાંચજો..

***

ડિયર મોદી સર,

આઇ એમ ગુજરાત બોર્ડ બારમા સ્ટુડન્ટ રાઇટિંગ લેટર ટુ યુ. એકચુલી, બિઇંગ ગુજરાતી મારે ગુજુ લેન્વેજમાં જ રાઇટ કરવું જોયે. બટ ચાઇલ્ડહૂડથી મિડિયમ ઇંગ્લીશમાં સ્ટડી કરવાના રિઝનથી મારુ ગુજરાતી બોવ ફાઇન નથી. સો પ્લીઝ, તમે રિડ કરતી વખતે માઇન્ડમાં લિટલ લિટલ કરેક્શન કરી લેજો. ઓકે ?

લાસ્ટ વીકમાં તમે જે CBSC એક્ઝામના બારામાં એનાઉન્સ કર્યું તેનું ન્યુઝ મને 24 અવર્સ લેટમાં મલ્યુ. બિકોઝ, એ નાઇટની પ્રિવિયસ નાઇટમાં હું ઓનલાઇન પોકર રમવામાં એટલુ એન્ગ્રોસ થઈ ગયેલો કે મારા ફોનની બેટરી ટોટલી ફીનીશ થઈ ગયેલી. મોર્નિંગમાં મારા ફેસબુક પેજમાં સ્ટેટસ અપ-ડેટ મારવાનું અરજન્સી હતુ એટલે હુ પોટી કરવા ટોઇલેટમાં ચાર્જર લઇને ગયો હતો પણ બાય મિસ્ટેક ચાર્જર ટોઇલેટમાં ફોલ થઈ ગયું ! ધેટ્સ વ્હાય મારો હોલ-ડે સ્પોઇલ થઈ ગયો. બિકોઝ મારી સિસ (સિસ્ટર) એનું ચાર્જર મને ટચ કરવાનું એલાવ કરતી નથી એન્ડ મોમ-ડેડના ફોન્સ તો 200 BCના ટાઇમના છે.

એની વે, મને નેકસ્ટ ડે અપ-ડેટ મલ્યુ કે ગુજરાત બોર્ડ ઓલ્સો કેન્સલ બારમા એક્ઝામ ! ફર્સ્ટ તો આઇ થોટ કે વાઉ, વોટ ફન ! બટ લેટર અન્ડરસ્ટેન્ડ થયું કે યાર, આપડે તો સૂપમાં છીએ. બિકોઝ, જે બી કોલેજમાં એડમિશન મલસે ત્યાં કેન્ટિનમાં બી પિસફૂલી બેસવા માટે સ્પેસ મલવાનું ડિફીકલ્ટ છે. બિકોઝ, ક્લાસનું પોપ્યુલેશન જ ટુ-મચ હસે. યસ, ગર્લ્સની ક્વોન્ટીટી મોર હસે, બટ સેમ ટાઇમ બોય્‌ઝનું કોમ્પિટીશન બી એકસ્ટ્રા મોર હસે ને !

આજકાલ તો એવરીબડી ઇઝ સેઇંગ કે ડૂડ, તને તો જલ્સા છે. નો એક્ઝામ. નો ટેન્શન ! બટ સર, તમને તો કોઈ આઇડિયા જ નથી કે હાઉ મચ ટેન્શન વિ હેવ. ફોર એક્ઝામ્પલ, વરસના બિગિનીંગમાં જ તમે તો પબ્જી અને ટિક-ટોકનું બેન લગાઇ દીધુ. ઉપરથી કોલેજ બી ઓનલાઇન ! એટલે નો ગોઇંગ આઉટ, નો ફ્રેશર્સ પાર્ટી, નો ડિફરન્ટ ડિફરન્ટ ડેઇઝ, નો લેટેસ્ટ ફેશન કપડાં, નો બાઇક, નો દારુ… સરવાડે… નો પોકેટ-મની !

સર, તમને સુ આઇડિયા હોય કે ઘરમાં બેસી બેસીને ફેસબુક-ઇન્સ્ટા બી કેટલું કરવું ? ઓકે, ઓનલાઇન એજ્યુકેશનનું એક્સક્યુઝ નિકાડીને ડેડ પાસેથી સિકસ્ટી થાઉઝન્ડ રૂપિઝનો મોબાઇલ તો લઈ લીધો બટ એનું કરવાનુ સુ ? પિકલ ?

ઉપરથી મોમ દિવસમાં હંડ્રેડ ટાઇમ્સ દિમાગ ખાસે, ઓનલાઇન હોમવર્ક કર્યુ ? વોટ હોમવર્ક ? ઘરનું હોમવર્ક તો બિચારા ડેડ કરે છે ! જો હું કહું કે આઇ એમ ફ્રી તો મોમ મને યુટેન્સિલ્સના વોશિંગમાં લગાડી દે ! એટલે મારે ખાલીપીલી કાનમાં ઇયર-પ્લગ નાખીને આખો દિવસ પ્રિટેન્ડ કરવાનું કે સ્ટડી કરું છું. અરે, વોટ સ્ટડી ? બધી ઇંગ્લીશ વેબસિરીઝો ટેન-ટેન ટાઇમ્સ વોચ કરી લીધી. હર્ષદ મહેતાનું સ્કેમવાલુ બી ટ્વેલ ટાઇમ્સ વોચ કર્યું. બટ એમાંથી કોઇ ક્વેશ્ચન પેપર થોડી નીકાડવાના છે ! તો વોટ ટુ ડુ ?

મારા ડેડ કહે છે કે સાલા, ઇડિયટ, તને મેરિટથી તો એડમિશન મલવાનું નથી તો ડોનેશનની પ્રાઇઝ બી વધી જસે. એટલા બધા પૈસા ક્યાંથી લાવસુ. મેં બાય મિસ્ટેક કહી દીધુ કે ડેડ, મારો મોબાઇલ સેલ કરી દો.

તો હી સેઇડ, ગ્રેટ આઇડિયા ! એમણે મારો મોબાઇલ લઈ લીધો ! હવે તમે જ કહો, વોટ ટુ ડુ ?

***

- મન્નુ શેખચલ્લી

e-mail : mannu41955@gmail.com

Comments

  1. 😄aajkal ni generation ni perfect mixture language

    ReplyDelete
  2. આટલું તો સાંભળીને લખ્યું છે બાકી એમનું લખેલું વાંચવું એ લોઢાના ચણા ચાવવા બરોબર છે. 😥😥😵😵

    ReplyDelete
  3. મારું ય અંગે્જી આવું જ હતું !!🤣😂😜

    ReplyDelete
  4. પણ આને આજની જનરેશન 'ગુજરાતી' માને છે !

    ReplyDelete

Post a Comment