એક તો કોરોના વાયરસ, એમાં વળી મ્યુકરમાઈકોસિસ… ઉપરથી વાવાઝોડું ! ભૈશાબ, ભલભલી જુની કહેવતો ભૂલાવીને નવી બનાવવી પડે છે..
***
જુની કહેવત : આસમાન સે ગિરે, ખજૂર મેં અટકે
નવી કહેવત : કોરોનાથી બચ્યા તો તૌકતેમાં ફસ્યા
***
જુની કહેવત : એક તો દુકાળ, ઉપરથી અધિક માસ
નવી કહેવત : એક તો કોરોના, એમાં મ્યુકરમાઇકોસિસ
***
જુની કહેવત : લાંબા સાથે ટુંકો જાય, મરે નહીં તો માંદો થાય
નવી કહેવત : માસ્ક વિના વાવાઝોડામાં જાય, કોરોના નહીં તો મેલેરિયા થાય
***
જુની કહેવત : ચોરની મા કોઠીમાં મોં સંતાડીને રુવે
નવી કહેવત : ભાજપના નેતા માસ્કમાં મોં સંતાડીને ફરે
***
જુની કહેવત : જમવામાં જગલો ને કુટવામાં ભગલો
નવી કહેવત : સગવડમાં VIP ને લાઇનોમાં પબ્લિક
***
જુની કહેવત : કુતરું તાણે ગામ ભણી, ને શિયાળ તાણે સીમ ભણી
નવી કહેવત : સરકાર તાણે આંકડા ભણી, ને ટીવી તાણે ગભરાટ ભણી
***
જુની કહેવત : રાત થોડી ને વેશ ઝાઝા
નવી કહેવત : વેક્સિન થોડી ને સ્લોટ ઝાઝા
***
જુની કહેવત : આગ હોય ત્યાં ધૂમાડો હોય જ
નવી કહેવત : કંગના હોય ત્યાં વિવાદ હોય જ
***
જુની કહેવત : ઝાઝી કીડી સાપને તાણે
નવી કહેવત : ઝાઝી ટ્વીટ મોદીને સતાવે
***
જુની કહેવત : એક તો ઢીલા, ઉપરથી માંદા પડ્યા
નવી કહેવત : એક તો રૂપાણી, ઉપરથી હિન્દીમાં બોલ્યા !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment