ફરી પાછા આપણે ઓનલાઇન નોકરીમાં આવી ગયા ! જોકે વચમાં થોડા ઓફલાઇન થયેલા તેમાં, અને હાલના ઓનલાઇનમાં આમ જુઓ તો ખાસ ફરક નથી…
***
પહેલાં જે કામ આપણે પેન્ટ, શર્ટ અને ટાઇ પહેરીને કરતા હતા…
એ જ કામ આપણે શર્ટ, ટાઇ અને બર્મુડા પહેરીને કરવાં પડે છે !
***
પહેલાં જે ભજિયાં આપણે કેન્ટિનમાં બેસીને ખાતા હતા…
એ જ ભજિયાં માટે આજે આપણે કાંદા, બટેટા વગેરે સમારી આપવા પડે છે !
***
પહેલાં સતત કામમાંથી છૂટવા માટે ‘ટોઇલેટ જઈને આવું’ એમ કહીને પંદર મિનિટ માટે છૂ થઇ જતા હતા…
એ જ નાની રિસેસ લેવા માટે આપણે ફોન સ્વીચ ઓફ કરીને કહીએ છીએ કે ‘સર, નેટવર્ક નહોતું આવતું !’
***
પહેલાં હિસાબમાં મિસ્ટેક થતી તો કહેતા ‘સોરી, ભૂલ-ચૂક લેવી દેવી !’
આજે હિસાબમાં હજારોના લોચા પડે તો બહાનું તૈયાર છે : ‘સિસ્ટમમાં એરર લાગે છે !’
***
પહેલાં બોસ આખા સ્ટાફને ખખડાવતા હોય ત્યારે છેક પાછળ ઊભા રહીને મોં છૂપાવી લેતા હતા…
આજે બોસ ખખડાવવાનું શરૂ કરે કે તરત જ કાનમાંથી ઇયર-પ્લગ કાઢીને બેસી જઈએ છીએ !
***
પહેલાં બોસ જોક મારે તો જબરદસ્તીથી બનાવટી રીતે હસવું પડતું હતું…
આજે બોસ જોક મારે ત્યારે કેમેરો બંધ રાખીને દાંત કચકચાવી શકાય છે !
***
બસ, લોચો એક જ છે કે પહેલાં લેટ પડતા હતા ત્યારે કહી શકતા હતા કે ‘બોસ, બાઇકમાં પંચર પડેલું…’
આજે કહી નથી શકાતું કે ‘બોસ, પોતું કરતો હતો..’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment