ગબ્બરનું નામ 'રબ્બર' હોત તો ?

‘હોલી કબ હૈ ? કબ હૈ હોલી ?’ એવું પૂછનાર ગબ્બરનુ હોળી અને ધૂળેટી બન્ને પતી ગઈ.

જરા વિચારો, ‘શોલે’માં ગબ્બરનું નામ ગબ્બરને બદલે ‘રબ્બર’ હોત તો ? જુઓ અનોખાં દ્રશ્યો…

***

ઠાકુર શાલ ઓઢીને ઊભો છે. એનો ચહેરો સિરિયસ છે. એ જય અને વીરુને કહે છે :

‘મુઝે રબ્બર ચાહિયે… ઔર વો ભી અચ્છા ! મિકી માઉસ કે શેઇપ વાલા, ઔર લેવેન્ડર કી ખુશ્બુ વાલા… સમજે ?’

વીરુ કહેશે : ‘ઠીક હૈ, મિલ જાયેગા. મગર તુમ અપના કંપાસ બોક્ષ તૈયાર રખના.’

***

રબ્બર ગુસ્સામાં આવીને ધમકી આપે છે :

‘ઠાકુર…! મૈં તુમ્હારા નામો નિશાન મિટા દુંગા !’

ઠાકુર : ‘નહી મિટા સકતે… ક્યું કિ મૈં તો મેરા નામ બોલ-પેન સે લિખતા હું ! હેંહેંહેં…’

***

વીરુ રબ્બરના ત્રણ ડાકુઓને મારી મારીને ધોઈ નાંખે છે. પછી હુલ આપે છે.

‘જાઓ… જાકે રબ્બર સે કહના… રામગઢ કે મરદોંને અપને બાલોં મેં ‘રબ્બર-બેન્ડ’ નહીં પહન રખે હૈં !’

***

હવે જુઓ આ દ્રશ્ય…

વીરુ અને જય ડઘાઈ ગયા છે… સ્તબ્ધ થઈ ગયા છે…

સામે ઠાકુર શાલ ઓઢીને પૂતળાની માફક ઊભો છે…

બે મિનિટના સન્નાટા પછી વીરુ પૂછે છે : ‘ઠાકુર ! તુમને એક્ઝામ મેં અપની પેન્સિલ ક્યું નહીં ઉઠાઈ ?’

જવાબમાં ઠાકુર પોતાની ભ્રમરો વાંકીચૂકી કરે છે. ગાલમાં જીભ ખોસીને આકાશમાં જોતાં કહે છે :

‘ઉસ કી… લંબી કહાની હૈ…’

જય અકળાઈ ઉઠે છે : ‘ઠીક હૈ, લંબી હોગી. મગર તુમ… શોર્ટમેં સુનાઓ… રબ્બર કી તરહા લંબી મત ખિંચના !’

ઠાકુરને નવાઈ લાગે છે :

‘અચ્છા ?! મતલબ કિ રબ્બર અબ ડાકુગિરી છોડકર ટીવી સિરિયલ બનાને લગા હૈ ?’

***

વરસાદ પડી રહ્યો છે. ઠાકુર કીચડમાં જઈ રહ્યો છે.

વીરુ : ‘ઠાકુર ! શર્મ આની ચાહિયે આપ કો ! આપ અપને ખુદ કે જુતે ભી નહીં પહનતે ?’

ઠાકુર : ‘ક્યા બકવાસ કર રહે હો ?’

વીરુ : ‘ખુદ હી દેખ લિજીયે ! આપને તો ‘રબ્બર’ કે જુતે પહને હૈં !’

***

- મન્નુ શેખચલ્લી

Comments