છોકરીઓ માટે... છોકરાઓ માટે...

આખી દુનિયાનાં બજારો છોકરીઓ (મહિલાઓ) માટે જ હોય અને છોકરાઓ (પુરુષો) માટે બે ચાર લારી અને એકાદ ખૂમચો જ હોય એવું નથી લાગતું ? જુઓ…


***

છોકરીઓ માટે

બ્યુટિ ક્રીમ, વિન્ટર લોશન ક્રીમ, મોઈશ્ચરાઈઝર ક્રીમ, ઓલિવ-ઓઇલ ક્રીમ, એન્ટિ-એજિંગ ક્રીમ, સ્ક્રીન વ્હાઈટનિંગ ક્રીમ, બોડી લોશન ક્રીમ…

છોકરાઓ માટે

શેવિંગ ક્રીમ !

***

છોકરીઓ માટે

ફ્રેસ-વોશ, હેન્ડ વોશ, બોડી-વોશ, શાવર-વોશ, બાથ-વોશ, બબલ-વોશ, સોફ્ટ-વોશ, ડીપ ક્લીન વોશ…

છોકરાઓ માટે

સાબુ !

***

છોકરીઓ માટે

નાનું પર્સ, મોટું પર્સ, મેચિંગ પર્સ, સ્લિંગ બેગ, ટ્રેડિશનલ પર્સ, શોલ્ડર પર્સ, પર્સમાં ય પર્સ…

છોકરાઓ માટે

ખિસ્સું !

***

છોકરીઓ માટે

લો-કેલેરી ડાયટ, બેલેન્સ્ડ ડાયેટ, વેઈટ લોસ ડાયેટ, પ્રોટિન ગ્રેઇન ડાયેટ, સલાડ ડાયેટ, વેજ ડાયેટ, વિગન ડાયેટ, હાઈ-એનર્જી ડાયેટ…

છોકરાઓ માટે

દાળ, ભાત, રોટલી ને શાક !

***

છોકરીઓ માટે

સ્લીપર્સ, ફ્લોટર્સ, હાઈ હીલ સેન્ડલ્સ, મિડિયમ હીલ સેન્ડલ્સ, લેધર ચપ્પલ્સ, મોજડી, લેધર ફૂટ-વેર, પિકિનિક ફૂટ-વેર, ફોર્મલ ફૂટ-વેર, ઇન-ફોર્મલ ફૂટ-વેર…

છોકરાઓ માટે

સ્લીપર, ચંપલ અને બૂટ !

***

છોકરીઓ માટે

ટોલ, ડાર્ક, હેન્ડસમ, પૈસાદાર, બંગલાવાળો, ગાડીવાળો, નોકર ચાકરવાળો, મેનર્સવાળો, સેન્સિટીવ, ઇમોશનલ, કેરિંગ, લવિંગ, ટેલેન્ટેડ, ડેશિંગ, મસ્ક્યુલર, સ્ટાઇલિશ અને અન્ડરસ્ટેન્ડિંગ છોકરો….

છોકરાઓ માટે…

કેવી દેખાય છે ? રસોઈ કરતાં આવડે છે ?

***

- મન્નુ શેખચલ્લી

Comments