દુનિયામાં ત્રણ પ્રકારના લોકો હોય છે. શીખાઉ, અનુભવી અને ખાંટુ ! આ લોકોના લક્ષણો પણ અલગ અલગ હોય છે. જુઓ.
***
શીખાઉ લોકો
સિરિયલો જુએ છે.
અનુભવી લોકો
વેબસિરિઝો જુએ છે.
ખાંટુ લોકો
વેબસિરિઝો પુરી જોયા વિના જ એનો વિરોધ કરે છે !
***
શીખાઉ લોકો
સોશિયલ મિડિયામાં એકાઉન્ટ ખોલે છે.
અનુભવી લોકો
સોશિયલ મિડિયામાં નકલી નામે નકલી ફોટા સાથે અનેક નકલી એકાઉન્ટો ચલાવે છે.
ખાંટુ લોકો
તમામ સાચા જુઠા એકાઉન્ટોના ડેટા હેક કરીને વેચી મારે છે. ! (ખરીદનારા ખરીદે પણ છે !)
***
શીખાઉ લોકો
લાઈક કરે છે, શેર કરે છે, ક્યારેક કોમેન્ટ કરે છે.
અનુભવી લોકો
ધડાધડ ગરમાગરમ કોમેન્ટો કરીને હંગામો મચાવી દે છે.
ખાંટુ લોકો
ધડાધડ કોમેન્ટો કરનારા લોકોને જાણી જોઈને છંછેડતા રહે છે અને મફતમાં પોતાની પબ્લિસીટી કરાવી લે છે !
***
શીખાઉ લોકો
જેને ને તેને ફોલો કરે છે.
અનુભવી લોકો
જેને ને તેને ટ્રોલ કરે છે.
ખાંટુ લોકો
કોને કોને ટ્રોલ કરવામાં આવશે તે નક્કી કરે છે.
***
શીખાઉ લોકો
લાગણી ઘવાતી નથી.
અનુભવી લોકો
જરી જરી વાતમાં લાગણીઓ ઘવાઈ જાય છે.
ખાંટુ લોકો
માત્ર હજાર લોકોની લાગણી ઘવાઈ હોય એનો લાખો લોકોમાં પ્રચાર કરવાનો ધંધો ચલાવે છે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment