જેની છેલ્લા છ મહિનાથી રાહ જોવાઈ રહી હતી તે પેટ્રોલના ભાવે આખરે સેન્ચુરી ફટકારી જ દીધી છે !
આ ઘટનાના માનમાં યોજાયેલા એક કાલ્પનિક મુશાયરામાં ગુજરાતના ખ્યાતનામ શાયર સ્વ. ‘સૈફ’ પાલનપુરીની માફી સાથે અમે થોડા છૂટ્ટા શેર રજુ કરી રહ્યા છીએ…
***
પહેલાં સમું સફરનું
એ ધોરણ નથી રહ્યું !
લિફ્ટ મળી જાય તો
સાઈકલ ઘરે મુકી દેવાય છે !
***
કાર ચલાવી શકો, એ
વિષય એક આસ્થાનો છે,
કાર ચાલી રહી છે, તો
પ્રસંગ જુની વારતાનો છે !
***
મારા ત્રાસનું કારણ, શું કહું ?
સાપે ગળ્યો છછુંદર…
દહેજમાં ગાડી મળી, ત્યાં
પેટ્રોલમાં તેજી ચડી !
***
છે હજી ઘણા એવા
જે ટાંકી છલકાવી ગયા…
પણ બહુ ઓછા છે, જે
‘એવરેજ’માં ફાવી ગયા !
***
જોતાંની સાથે લોક
તરત ઓળખી ગયા…
મુજથી વધુ ફેમસ
મારી ખાલી ટાંકી હતી !
***
શું હશે એકાંતમાં
એમની હાલત, ખુદા જાણે
સૌની હાજરીમાં જેઓ
પેટ્રોલ પુરાવી શકતા નથી !
***
‘સૈફ’ રહસ્ય મને
મારા જીવનમાં એ રહ્યું
કેવું આ વાહન હતું ?
’ને શું એની એવરેજ પડી ?
***
છતાં આ શહેરમાં ‘સૈફ’ને
જોયો છે હસતાં કૈંક વખતે
જ્યારે એની બાઈકમાં
બે-ચાર લિટર ‘ભર્યું’ હતું !
***
- મન્નુ શેખચલ્લી
Vaah.
ReplyDeleteThanks
ReplyDeleteKya baat hai..
ReplyDeleteThank you so much Harsh Bhai !
ReplyDeleteWaah
ReplyDeleteThanks 😊🙏 🙏
ReplyDeleteBhai bhai waah
ReplyDeleteThanks 😊🙏 🙏
ReplyDelete