દિલ્હી પાસે હાઈવે ઉપર જે ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે ત્યાં રોજ સવારે ગરમાગરમ દૂધ-કોફી મળે છે. સવાર સાંજ જમવાનું મળે છે. સૂવા માટે ગોદડાં, રજાઈ અને ધાબળા મળે છે. અરે, પગની મસાજ કરવા માટે મશીનો છે ! અને હવે તો બધી ચીજો ફ્રીમાં મળે એવો મોલ પણ ખુલી ગયો છે !
જરા વિચાર કરો, આવું કાના-માતર વિનાનું (મ-ફ-ત) આંદોલન ક્યાંક અમદાવાદ-ગાંધીનગર હાઈવે ઉપર ચાલતું હોત તો ?
***
અમદાવાદ અને ગાંધીનગરમાં એક પણ ભિખારી શોધ્યો ના જડતો હોત !
***
ફૂટપાથવાસી ગરીબો માટેનાં રેન-બસેરામાં કાગડા ઉડતા હોત !
***
એ તો ઠીક, સવાર સવારના ગરમા ગરમ દૂધ પીવા માટે અમદાવાદીઓ બાઈક અને કાર લઈ લઈને ‘જોગિંગ’ કરવા નીકળી પડતા હોત !
***
અમદાવાદની તમામ મોલની ઘરાકીમાં સીધો 80 ટકાનો ઘટાડો થઈ ગયો હોત !
***
એટલું જ નહીં, મફતિયા મોલની બહાર કરિયાણાની દુકાનવાળા પણ લાઈન લગાવીને ઊભા રહી ગયા હોત.
***
સાંજના સમયે તો અમદાવાદની પોશ પબ્લિક પણ જાહેર તાપણાંની આસપાસ બેસીને મફતની ચા-કોફી પીતાં પીતાં આંદોલનને સપોર્ટ કરતી હોત …
***
રોજિંદા મનોરંજન માટેના મફત ડાયરા વખતે અચાનક આંદોલનકારીઓની સંખ્યા ચાર ગણી થઈ જતી હોત !
***
ખાસ ‘ખેડૂત ગરબા’ માટે GMDC ગ્રાઉન્ડની માગણી થઈ હોત !
***
એ તો ઠીક, પણ ચા-કોફી-દૂધ, નાસ્તા, ભોજન વગેરેના ફ્રી પાસ માટે ‘એક ફ્રી ઉપર બીજો ફ્રી’ આપવા માટેની ડિમાન્ડો થતી હોત !
***
- મન્નુ શેખચલ્લી
Ha... Ha.... Ha.... Ha...
ReplyDeleteThanks 🙏
ReplyDeleteHa..ha
ReplyDeleteHa..ha..
ReplyDelete