કહે છે કે રજનીકાન્ત હવે નવી રાજકીય પાર્ટી બનાવવાના છે ! જો ખરેખર એમ થાય અને રજનીકાન્તની અસલી ઇમેજ મુજબ જ બધું ચાલે તો કેવી કેવી ઘટનાઓ બને ?....
***
રજનીકાન્ત એક સાથે 234 સીટો ઉપર એક જ દિવસે ઉમેદવારી ફોર્મ ભરશે. આના માટે તે આખા તામિલનાડુમાં વીજળીવેગે પ્રવાસ કરશે….
જેથી તામિલનાડુમાં નાનું વાવાઝોડું આવી જશે !.... થલૈવા !
***
રજની સર આખા તામિલનાડુમાં 1000 સભાઓમાં એક જ ટાઈમે ભાષણ કરશે !
આના માટે રજની સર સુપ્પર સ્પીડમાં ફક્ત અડધી મિનિટમાં આખું ભાષણ બોલી જશે ! પછી તેના કાર્યકરોને તેનું રેકોર્ડિંગ આપતાં કહેશે : ‘યીસ કો સુપ્પર સ્લો સ્પીડ મેં બજાના… દો ઘન્ટે તક ભાષણ ચલેંગા !’
***
રજની સર તામિલનાડુની 45 કે 50 જેટલી ન્યુઝ ચેનલો હોય તેમાં એક સાથે ‘લાઈવ’ ઇન્ટરવ્યુ આપશે ! બધાના સવાલો અલગ અલગ હશે, રજની સરના જવાબો પણ અલગ અલગ હશે, છતાં બધું ‘લાઈવ’ હશે…
આના પરિણામે તમામ ન્યુઝ ચેનલોના સ્ટુડિયોના દરવાજા, બારી બારણાં, ખુરશી, ટેબલો, માઈક્રોફોન વગેરે હવામાં ઉડતાં દેખાશે !
***
રજની સર પોતાનાં પ્રચારનાં પોસ્ટરો પોતાના હાથે જ ચીતરશે ! જેની સ્પીડ 1 મિનિટના 1 લાખ પોસ્ટરોની હશે.
એટલું જ નહીં, રજની સર પોતે જ વીજળી વેગે આખા રાજ્યમાં ઘુમીને 1 લાખ દિવાલો ઉપર પોસ્ટર લગાવી આવશે. જેથી રાજ્યની 1 લાખ દિવાલો ‘અન-બ્રેકેબલ’ બની જશે !
***
રજની સર ‘વાયુ પ્રવચન’ કરવા માટે પૂનમની રાત્રે ચંદ્ર ઉપર જશે ! જેથી સૌ ચાહકો તેમને જોઈ અને સાંભળી શકે ! આના કારણે પૂનમની રાત્રે આંશિક ગ્રહણ થવાની શક્યતા છે.
***
અને ચૂંટણીના પરિણામો પણ સવારે 8 વાગીને 0.001 મિનિટે આવી જશે… કેમકે મતગણતરીની સેવા ખુદ રજની સરે જ આપી હશે ! સુપ્પર થલૈવા !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment