અલ્યા, આ વરસે પણ ગયા વરસનાં જુના મેસેજો ફોરવર્ડ કરી રહ્યા છો ? કોરોનામાંથી માંડમાંડ છૂટ્યા છીએ તો આ વખતે નવી અને ઓરીજનલ શુભેચ્છાઓ મોકલો ને ! દાખલા તરીકે...
***
આ વરસે તમારે...
મોં ઉપર માસ્ક ના પહેરવું પડે....
***
સેનિટાઇઝર વડે હાથ ના ધોવા પડે..
***
તમારાં છોકરાં ઓનલાઈનના બદલે નિશાળમાં ભણવા જાય...
***
તમે ‘વર્ક ફ્રોમ હોમ’ની કેદમાંથી છૂટો... (મતલબ કે કચરાં-પોતાં કરવા કામવાળી આવે !)
***
ઘરનું ખાવાને બદલે બહારનું ખાઈને પેટ બગાડવા મળે...
***
ડિજીટલને બદલે કડકડતી કેશ વાપરવા મળે...
***
ભીડ જોઈને ભય ના લાગે....
***
કોઈને ભેટવામાં ભીતિ ના વરતાય...
***
હાથ મિલાવતાં હાથ ના ધ્રુજે...
***
દમણમાં જઈને દારૂ અને દીવમાં જઈને દેશી પીવા મળે...
***
અરે, આબુમાં જઈને આઠમ કરીએ, ઉનાળામાં ઊટી જઈએ અને ક્રિસમસ કાશ્મીરમાં કરીએ...
***
‘પોઝિટીવ’નો અર્થ સાચા અર્થમાં પોઝિટીવ જ નીકળે...
***
તમારું સોશિયલ ડિસ્ટન્સ ઘટે...
***
અને શિયાળામાં જરીક શરદી – ખાંસી જેવું લાગે... તો ‘શરદી-ખાંસી જ હશે..' એવી ફિલીંગો થાય...
- એવી શુભકામનાઓ !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment