બોલીવૂડના ડ્રગ્સ કૌભાંડમાં એક પછી એક હિરોઈનોની પૂછપરછ થઈ રહી છે… મામલો ટેન્શનવાળો છે ? કે ગમ્મતવાળો ?...
***
યાર, જો આ બધી હિરોઇનો ડ્રગ્સ લઈ રહી હતી ત્યારે હીરોલોગ શું કરી રહ્યા હતા ? ‘ગ્લુકોઝ પાવડર’ સુંઘી રહ્યા હતા ?
***
બિચારી હિરોઈનોમાંથી એકાદ બે તો જરૂર બબડતી હશે કે “યાર, મેં રિયાને ચોખ્ખી ના પાડી હતી કે સુશાંત જોડે બેસીને ડ્રગ્સ ના પી… હવે જોયું ને ? રેલો અહીં સુધી આવી ગયો.”
***
રણવીર સિંહે દિપીકાને કહી રાખ્યું છે “જાનુ, તું બિલકુલ ફિકર ના કરીશ. મેં બાધા લીધી છે કે જ્યાં સુધી તને ક્લિન ચીટ ના મળી જાય ત્યાં સુધી હું તારા ઘાઘરા, ચણિયા, ફ્રોક, વન પિસ વગેરે હરગિઝ નહીં પહેરું !”
***
આમાં બિચારી દિપિકાનો કંઇ જ વાંક નથી. ‘ડિપ્રેશન’માંથી બહાર આવવા માટે થોડું ‘લેવું’ પણ પડે !
***
કોઈએ કહ્યું છે કે ક્રિકેટરોની પત્નીઓ પણ ડ્રગ્સ લે છે !
- લો, આ તો પેલી એડ. જેવું થયું ! ક્રિકેટરની વાઇફ એના હસબન્ડને કહે છે : “યે ડ્રગ્સ મૈં કર લેતી હું, તુ જાકર ડ્રીમ ઇલેવન બનાઓ !”
***
એ હિસાબે જો ક્યાંક એવો રૂલ આવી જાય કે દરેક શૂટિંગ પહેલાં ‘ડ્રગ-ટેસ્ટ’ ફરજિયાત છે… તો ?
- તો અડધો અડધ હિરોઇનો ખુલાસામાં એમ કહેશે કે મેં તો ફક્ત ‘કફ-સિરપ’ લીધું હતું !
***
જોકે મુંબઈના ડ્રગ-પેડલરો આજકાલ બિન્દાસ થઈ ગયા હશે… “અબે અપના ધંધા ફૂલ-ટુ મેં ચાલુ રખ્ખો ! વો NCB વાલે હિરોઇનોં મેં ફૂલ-ટુ બિઝી હો ગૈલે હૈં…”
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment