એક તરફ કોરોનાના કેસ વધતા જાય છે તો બીજી તરફ ‘અન-લોક’માં લોકોને છૂટ મળી રહી છે. આવા સંજોગોમાં ક્યારે કેટલું ‘જોખમ’ ખેડવું ?
પ્રસ્તુત છે ઝોન-વાઈઝ જોખમની ગાઈડ…
***
ગ્રીન ઝોન જોખમ
પાનના ગલ્લે જઈને ખાસ સોશિયલ ડિસ્ટન્સ પાળ્યા વિના માવાની પડીકી ખરીદી ત્યાં જ ઊભા ઊભા માસ્ક ઊંચું કરીને પડીકી મોંમાં પધરાવવી…
***
ઓરેન્જ ઝોન જોખમ
માસ્ક વિના માવાની પડીકીઓ ખરીદવી, ગલ્લે ઊભા ઊભા જ માવો ચાવતાં ચાવતાં ગલ્લાના માલિકની સામે જ રસ્તા ઉપર થૂંકની પિચકારી મારવી…
***
રેડ ઝોન જોખમ
ગલ્લાના માલિકની નજર સામે જ, રસ્તા ઉપર જ્યાં પોલીસવાળો ઊભો હોય એ દિશામાં બને એટલી મોટી થૂંકની પિચકારી મારવી ! અને પછી મૂછે તાવ દેવો…
***
ગ્રીન ઝોન જોખમ
કોઈ ખૂણામાં ભરાઈને, ગર્લફ્રેન્ડને વિડીયો કોલ લગાડીને ફોનમાં વાતો કરતાં કરતાં ચુમ્મા-ચાટી કરવી….
***
ઓરેન્જ ઝોન જોખમ
ફોનમાં ચૂમ્મા ચાટી કરતી વખતે માસ્ક ન પહેરવું… અને ત્યાર બાદ સાબુ વડે મોં પણ ન ધોવું…
***
રેડ ઝોન જોખમ
ચૂમ્મા ચાટી કર્યા પછી ફોનને સારી રીતે સાબુના પાણીથી ધોવો…
***
ગ્રીન જોન જોખમ
કોરોના સર્વે કરવાની ડ્યૂટી મળે…
***
ઓરેન્જ ઝોન જોખમ
સર્વે કરતાં કરતાં ખાંસી અને છીંક આવે…
***
રેડ ઝોન જોખમ
ખાંસી અને છીંકથી ચોંકીને ગલીમાં સૂતેલાં કૂતરાં ભસતાં ભસતાં તમારી પાછળ પડે…
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment