આજે દેશમાં એક જ પાયલટની ચર્ચા છે : સચિન પાઇલટ ! પરંતુ બિચારા કોંગ્રેસીઓ હજી એક અસલી પાઈલટ યાને કે રાજીવ ગાંધીને યાદ કરે છે…
***
એક પાઈલટને વિમાન ચલાવવાનું બહુ ગમતું હતું, એને દેશ ચલાવવો પડ્યો…
બીજા પાઈલટને દેશ નહિ તોય રાજ્ય ચલાવવાના અભરખા હતા, એને કો-પાઈલટ બનવું પડ્યું !
***
એક પાઇલટના વિમાનમાં જ એટલા બધા પેસેન્જરો હતા કે પેસેન્જરોમાં ભાગલા પડી ગયા…
બીજા પાઇલટ પાસે માંડ 25 પેસેન્જરો હતા છતાં તેણે ભાગલા પાડવાની કોશિશ કરી !
***
એક પાઇલટ વારંવાર કહેતા હતા : “હમેં દેખના હૈ…”
(એમણે શું જોયું ?)
બીજા પાઈલટ વારંવાર કહેતા હતા : “હમેં દિખા દેના હૈ !”
(એમણે શું બતાડી દીધું ?)
***
એક પાઇલટના અવસાન પછી એમનાં પત્નીએ વિમાનમાં બેઠા વિના જ રિમોટ કંટ્રોલ વડે વરસો લગી વિમાનો ઉડાવ્યાં…
બીજા પાઈલટે વિમાનમાં બેઠાં બેઠાં બહારના રિમોટ કંટ્રોલના ઇશારે વિમાનને બેસાડી દેવાની કોશિશ કરી !
***
સરવાળે એવું થયું છે કે પેલાં રિમોટ કંટ્રોલ ધરાવતાં બહેન આજે ખુદ ‘કંટ્રોલ-ટાવર’ ગણાય છે !
અને આ કો-પાઈલટ વિમાનની બહાર થઈ ગયા છે !
***
જોકે આટલું બધું થવા છતાં પેલું ‘કંટ્રોલ-ટાવર’ સ્હેજપણ હલ્યું નથી ! બોલો.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment