અદ્રશ્ય ચાઇનીઝ પ્રોડક્ટો !


ગલવાન ખીણ સરહદ ઉપરચીની સૈનિકોએ ભારતના જવાનો ઉપર જે ક્રુર, નિર્દયી હુમલો કર્યો છે એ પછી દેશભરમાંથી ચીની પ્રોડક્ટોનો બહિષ્કાર કરવાની માગ ઊઠી છે.

ચીનની અમુક પ્રોડક્ટો નરી આંખે દેખાય તેવી નથી. તેનો પણ બહિષ્કાર કરવા જેવો છે…

***

દોં-ગાઈ

ચીનની દોહરી ચાલ, મુંહ મેં સ્માઈલ ઔર બગલ મેં છૂરી જેવી આ દોંગાઈ નામની પ્રોડક્ટને પહેલેથી ઓળખી લેવાની જરૂર હતી.

***

લુ-ચાઈ

એક બાજુ વેપાર કરવો અને બીજી બાજુ લડાઈ પણ કરવી, આવી લુચ્ચાઈ નામની પ્રોડક્ટનો જાગ્યા ત્યાંથી સવારના ધોરણે બહિષ્કાર કરવાની જરૂર છે.

***

ઢોન-ગી

છેક 1960થી ચીન આ પ્રોડક્ટ (ઢોંગી) વડે ભારતને છેતરતું આવ્યું છે.

***

નક-લી

બ્રુસ-લી પછી ભારતમાં જે કંઈ ચાઇનિઝ આવ્યું છે તે નકલી છે. નકલને ઓળખો, અસલને અપનાવો.

***

તક-લા-દી

આ તમામ ચાઈનિઝ પ્રોજક્ટો તકલાદી તો હોય જ છે પણ ચાઈનિઝ પોલીસ તો ‘તક’ શોધીને પ્રોડક્ટો ‘લાદી’ દેવાનું કામ કરે છે.

***

ડમ-પિંગ

જિન-પિંગ નામના વડાપ્રધાનના આગમન પછી ડમ-પિંગ યાને કે માલનો ઢગલો ઠાલવી દેવાની એમણે ડ્યુટી બનાવી લીધી છે.

***

લા-ઈંગ

યાને કે જુઠાણું. આ તો ચીનની સૌથી જુની અને જાણીતી પ્રોડક્ટ છે. એને શોધી કાઢો અને બહાર કાઢો.

***

- મન્નુ શેખચલ્લી

Comments