હિન્દી ફિલ્મનું એક ચાલુ ટાઈપનું ગાયન છે : “ઐસા પહલી બાર હુઆ હૈ સતરા અઠરા સાલોં મેં...”
આજે આ શબ્દો બિલકુલ ફીટ બેસે છે ! છેલ્લાં સત્તર અઢાર વરસમાં અમુક ઘટનાઓ પહેલી જ વાર બની રહી છે ! જેમકે...
***
પહેલી વાર દેશની કોઈ સમસ્યા માટે ભાજપવાળા કોંગ્રેસનો વાંક કાઢી શકતા નથી !
***
પહેલી વાર એવું બન્યું છે કે મોદીજીએ વિરોધપક્ષની સલાહો માગી હોય !
***
એ તો ઠીક, પહેલી વાર એવું બન્યું છે કે સોનિયા ગાંધીએ મોદીજીને સલાહો આપી હોય ! (બાકી, રાહુલને સલાહો આપી આપીને થાકી ગયાં છે !)
***
પહેલી વાર રાહુલ ગાંધી દેશમાં હોવા છતાં સળંગ 15 દિવસ સુધી એમણે કોઈ બફાટ કર્યો નથી !
***
પહેલી વાર એવી અદ્ ભૂત ઘટના બની છે કે સાંસદોના પગાર ‘ઘટ્યા’ છે ! (આવું તો સતરા-અઠરા નહીં, સિત્તેર-એંશી વરસમાં પહેલી વાર જ બન્યું છે.)
***
પહેલી વાર આવું ‘ભારત બંધ’ કોઈ રાજકીય પાર્ટીના એલાન વિના આટલું લાંબુ ચાલ્યું છે !
***
અગાઉ કહેતા હતા “બિનજરૂરી લાઈટો, પંખા, એસી, ટીવી વગેરેની સ્વીચો બંધ કરતા રહો...” પણ પહેલી વાર સરકારે એવું કહેવું પડ્યું કે “ભઈ, બધી સ્વીચો બંધ ના કરતા, હોં !”
***
અને પહેલી વાર એવું બન્યું કે તાળીઓ પડાવવા માટે ‘ભીડ’ ભેગી કરવાની જરૂર પડી નથી !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment