છેલ્લા એક મહિનામાં ભલભલાની પથારીઓ ફરી ગઈ છે. એમાંય બિચારા પ્રેમીઓની હાલત સૌથી ખરાબ છે ! જુઓને, ગાયનોમાં જ ખબર પડી જાય છે...
***
પહેલાં…
પ્રેમી વટ મારતો હતો કે “મૈં જહાં ચલા જાઉં, બહાર ચલી આયે... મહેક જાયે રાહોં કી ધૂલ...”
આજે...
ડંડા પડ્યા પછી ઘરના ખૂણામાં બેઠો બેઠો ગરમ પાણીનો શેક લેતાં ગાય છે “ઘુંઘરુ કી તરહા, બજતા હી રહા હું મૈં... ”
***
પહેલાં...
છોકરી વટ મારતાં મારતાં ઉછળતી હતી : “મૈં ચલી, મૈં ચલી, દેખો પ્યાર કી ગલી, મુઝે રોકે ના કોઈ, મૈં ચલી, મૈં ચલી...”
આજે...
ઘરના ઓટલે બેસીને ગાય છે : “મૈં તુલસી... તેરે આંગન કી...”
***
પહેલાં...
પ્રેમીઓ ચગી વાગ્યા હતા. લોકડાઉન હતું છતાં ધાબે ચડીને ગાતા હતા : “હમ દો પ્રેમી છત કે ઉપર, ગલી ગલી મેં શોર... એ આરારારા... એ આરારારા...”
હવે...
પોતપોતાના ઘરની બાલ્કનીમાં ઊભા ઊભા રડે છે : “જાયે તો જાયે કહાં ?... સમઝેગા કૌન યહાં, દર્દ ભરે દિલ કી જુબાં ?”
***
પહેલાં...
“આસમાં કે નીચે, હમ આજ અપને પીછે, પ્યાર કા જહાં, બસા કે ચલેં...”
આજે...
ભરબપોરે બારીને બહાર જોતાં જોતાં ગાય છે : “નીલા આસમાં... સો ગયા...”
***
પહેલાં...
બધા આવારા આશિક નીકળી પડતા હતા : “નિકલ પડે હૈ ખુલ્લી સડક પે અપના સીના તાને...”
આજે...
એસિડીટી થઈ ગઈ છે ! “સીને મેં જલન, આંખો મેં તૂફાન સા ક્યું હૈ ?”
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment