કોરોનાની ટાઇમપાસ ક્વીઝ !


આખો દેશ લોક-ડાઉન છે. બીજી તરફ ‘કેદીઓ’ને છોડી મુકવાની વિચારણા ચાલી રહી છે !

કોરોના વાયરસ હજી દેશમાં આવ્યો નહોતો ત્યારે શેરબજારો 'ગગડી' પડ્યાં હતાં. આજે ફેલાઈ ચૂક્યો છે તો સેન્સેક્સ 'ઉપર' ચડી રહ્યો છે !

એ સિવાય પણ ઘણું ઉલટું-સુલટું થઈ રહ્યું છે પરંતુ એ બધું છોડો. અહીં નીચે કેટલાક કોરોનાને લગતા શબ્દોના અક્ષરો ઉલટ-સુલટ થઈ ગયા છે. નવરા બેઠા હો તો સીધા કરી જુઓ...

***

(1) ઉડાનકલો

(2) ગરકપ્રકારોતિ

(3) દકોવિ-સણીઓગ

(4) રસેટાઈનિઝ

(5) તાજન ફ્યુરક

(6) દળીનથાવા

(7) ઇકવોનરેન્ટા

(8) ઈનકન્ફેશ

(9) ફેઝકન્યુ

(10) ઝિપોવટિ

(11) મસપાઈટા

(12) ભણમગરા

(13) કીસુ સીખાં

(14) ડાળીડંવા

(15) અંસષ્વાવિધ

(16) લલ્કોઆહો

(17) આનશઈલેસો

(18) કાસ્પશંદ

(19) ગેનેવટિ

(20) ટીવૂસિનહા

(21) નરાઈ

(22) વેટલેરન્ટિ

(23) રેમ્પચટેર

(24) રવાનાસકોયરો

(25) તંસનશ્વત્ર

તમારી પાસે સુલટાવેલા શબ્દો શોધી કાઢવા માટે 10 મિનિટ છે.

(ખાસ નોંધ : ઇંગ્લીશ મિડિયમમાં ભણેલાં છોકરાંઓ માટે 20 મિનિટનો ટાઈમ છે.)

***

- મન્નુ શેખચલ્લી

 

Comments