લો, પ્રસ્તુત છે અસલી હિન્દી ફિલ્મી ગાયનોના નવા ટિક-ટોક વિડીયો… (જાતે બનાવીને શેર કરો.)
***
ટિક-ટોક વિડીયો – 1
ખાલી ખાલી મોલ અને ખાલીખમ થઈ ગયેલા મલ્ટીપ્લેક્સ થિયેટરમાં કેમેરા ફરે છે. સાથે ગાયન…
“તન્હાઈ… તન્હાઈ… મીલોં તક ફૈલી હુઈ તન્હાઈ… તૂટે ખ્વાબ સારે, એક માયુસી હૈ છાઈ… હર ખુશી ખો ગઈ, જિંદગી સો ગઈ… તન્હાઈ… તન્હાઈ…”
***
ટિક-ટોક વિડીયો – 2
ઉજ્જડ દેખાતું દૂબઈ એરપોર્ટ અને લંડનનું સૂમસામ હિથરો એરપોર્ટ બતાડે છે તેનાં દૃશ્યો ઉપર ગાયન…
“છમ સે જો તૂટે કોઈ સપના… જગ સુના સુના લાગે… કોઈ રહે ન જબ અપના.. જગ સુના સુના લાગે રે…”
***
ટિક-ટોક વિડીયો – 3
યુવાન છોકરો અને યુવાન છોકરી બન્નેએ માસ્ક પહેરેલાં છે. છોકરો ગાય છે… (આ વિડીયો જાતે બનાવી શકાય.)
“રુખ સે જરા નકાબ હટા દો, મેરે હુજુર… જલવા ફિર એક બાર દિખા દો… મેરે હુજુર”
***
ટિક-ટોક વિડીયો – 4
છોકરીએ માસ્ક પહેરી રાખ્યું છે. તે ગાયન ગાતાં ગાતાં વચ્ચે ખાંસી ખાય છે… (આ પણ જાતે બનાવો !)
“પરદે મેં રહને દો… ખોં ખોં… પરદા ના ઉઠાઓ, પરદા જો ઉઠ ગયા તો ભેદ ખુલ જાયેગા… ખોં ખોં…”
***
ટિક-ટોક વિડીયો – 5
છોકરો ગાય છે : “પાસ આઓ ના…”
છોકરી ગાય છે : “જાને દો ના… છૂઓ ના છૂઓ ના, મુઝે છૂઓ ના, છૂઓ ના, છૂઓ ના !”
***
ટિક-ટોક વિડીયો – 6
છોકરી ચીસો પાડીને ગાય છે :
“જરા સા ઉસ કો છુઆ તો, ઉસ ને મચા દિયા શોર ! શોર !! શોર !!”
***
ટિક-ટોક વિડીયો – 7
દેશ વિદેશના નેતાઓ એકબીજાના હાથ મિલાવવાને બદલે નમસ્તે કરી રહ્યા છે. સાથે કિશોરકુમારનું જુનું ગાયન…
“દુનિયા કા દસ્તુર હૈ, આજ નયા એક સૂર હૈ.. નમસ્તેજી ! નમસ્તે જી ! ”
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment