કોરોના વાયરસ ખતરનાક છે. એનાથી ચીની લોકો નથી બચી શકતા ત્યાં આપણે શી રીતે બચી શકવાના ?
છતાં તકેદારી રૂપે અહીં થોડા ઉપાયો સૂચવ્યા છે…
***
ચાઈનિઝ વાનગીઓની લારી પાસેથી પસાર થતી વખતે મોં ઉપર માસ્ક પહેરી રાખવું.
***
ચાઈનિઝ વાનગીના વઘારથી કે વરાળથી ખાંસી આવે તો તરત જ ખાંસી રોકી લેવી.
***
અને હા, ચાઈનિઝ વાનગીઓ ખાતી વખતે મોં ઉપર માસ્ક જરૂર પહેરી રાખવું !
(પછી, ખાવું શી રીતે એ તમે જાણો.)
***
મોબાઈલમાં જો ચાઈનિઝ લોકોના ફની વિડિયો હોય તો તે તાત્કાલિક ડિલીટ કરવા.
કારણ કે મોબાઈલ ‘ટચ’ સ્ક્રીનથી ચાલે છે અને કોરોના વાયરસ ‘ટચ’ યાને કે સ્પર્શથી પણ ફેલાય છે !
***
એપ સ્ટોરમાં જઈને ચાઈનિઝ ભાષામાં બોલાતા મહામૃત્યુંજય જાપ ડાઉનલોડ કરી લો.
(આનાથી મોબાઈલ સેફ થશે, તમે નહિં ! પરંતુ મોબાઈલ સેફ તો તમે સેફ ! સમજ્યા ?)
***
ઘરમાં ચાઈનિઝ દોરી પડી હોય (ખરીદેલી કે લૂંટેલી) તો તેને તાત્કાલિક તુલસી ક્યારા પાસે લઈ જઈને તેમાં અગ્નિ ચાંપી દો !
***
ઘરમાં તથા ઓફિસમાં જેટલી પણ ‘મેઈડ ઈન ચાઈના’ પ્રોડક્ટો હોય તેને ગરમ પાણીમાં ઉકાળીને પછી જ ઉપયોગમાં લો !
(હા ભઈ હા, આમાં લેપ-ટોપ, કોમ્પ્યુટર અને હાર્ડ-ડીસ્ક… બધું આવી ગયું !)
***
ટીવીમાં કે મોબાઈલમાં ચાઈનિઝ ફિલ્મો જોતી વખતે ટચ-સ્ક્રીન તથા રિમોટને વારંવાર ટચ કરવાનું ટાળો.
(છતાં જો ટચ કરવું જ હોય તો હાથમોજાં પહેરીને મુવી જુઓ.)
***
ચીનના પ્રમુખ જિન-પિંગ-શીનું ભાષણ દિવસમાં ત્રણ વાર સાંભળો. એનાથી પ્રતિકાર શક્તિ વધે છે.
***
અને હા, ઉપરના તમામ ઉપાયો કરતાં પહેલાં કોઈ જ્યોતિષીને કુંડળી બતાવીને પૂછી લો કે ભઈ, મૃત્યુયોગ ક્યારે છે ?
- સો બસ્સો રૂપિયામાં પતી જશે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment