સામ્યવાદી બજેટ
તમારી પાસે બે ભેંસ છે. સરકાર બન્ને ભેંસ જપ્ત કરી લે છે અને તમને માત્ર જરૂર પુરતું દૂધ, દહીં, છાશ, માખણ વગેરે આપે છે.
***
મૂડીવાદી બજેટ
તમારી પાસે બે ભેંસ છે. સરકાર તમને ત્રીજી ભેંસ લોને પેટે આપે છે અને બાકીની બે ભેંસોનું દૂધ, દહીં, છાશ, માખણ વગેરે બધું લોનના હપ્તા ભરવામાં જ જતું રહે છે.
***
સમાજવાદી બજેટ
તમારી પાસે બે ભેંસ છે. સરકાર એમાંથી એક ભેંસ લઈને એવા ગરીબ માણસને આપે છે જેની પાસે ઘાસ, દાણ કે ચારો ખવડાવવાના પૈસા જ નથી. સરકાર આને ‘પ્રોત્સાહન’ કહે છે.
***
નકસલવાદી બજેટ
તમારી પાસે બે ભેંસ છે. સરકારના માણસો આવીને એક ભેંસને શૂટ કરી નાંખે છે. અને બીજી ભેંસનું દૂધ રોજ બળજબરીથી પડાવીને લઈ જાય છે.
***
સરમુખત્યારવાદી બજેટ
તમારી પાસે બે ભેંસ છે. આર્મીના સૈનિકો બંદૂક બતાડીને બન્ને ભેંસો લઈ જાય છે. ભેંસો પાળવાના ખતરનાક કાવતરા બદલ તમારી ધરપકડ થઈ જાય છે.
એટલું જ નહિ કેદીઓ, ભેંસો તથા ઘાસની સુરક્ષા માટે તમારા ઘરના લોકોએ રોજ બે લીટર દૂધ ટેક્સ તરીકે આપવું પડે છે.
***
માનવતાવાદી બજેટ
તમારી પાસ બે ભેંસ છે. પણ એનિમલ રાઇટ્સને કારણે તમે એનું દૂધ દોહીને તેની ઉપર જુલમ કરી શકતા નથી. તમે ભેંસને કાઢી મુકો તો જીવદયા-અધિકાર ભંગનો કેસ થાય છે.
પરિણામે ઘરડી ભેંસોને છેક સુધી જીવતી રાખવા આખા દેશમાં ઘેર ઘેર પાંજરાપોળો ચાલે છે. તેના માટે ઘાસ વિદેશથી આયાત થાય છે.
***
નિર્મલાજીનું બજેટ
તમારી પાસે બે ભેંસ છે.
આવનાર પાંચ વરસમાં દરેક ઘરમાં બે ભેંસ હશે...
આવનાર દસ વરસમાં પાંચ ટ્રિલિયન લીટર દૂધનું ઉત્પાદન થતું હશે...
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment